કોરોના વાઈરસને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોતાની ગાઈડલાઈનને 31 જાન્યુઆરી સુધી વધારી દીધી છે. ગૃહમંત્રાલયે બ્રિટનમાં આવેલા કોરોનાના નવા સ્ટેનનો ઉલ્લેખ કરતા કહ્યું કે વધારે સાવધાની રાખવાની જરૂર છે.
મંત્રાલય સોમવારે કહ્યું કે, દેશમાં ગત દિવસોમાં કોરોનાના એક્ટિવ કેસ અને નવા કેસોમાં સતત ઘટાડો નોંધાયો છે તેમ છતાં દુનિયામાં કોરોના સંક્રમણના વધતા કેસો અને તેના નવા પ્રકારને જોતા સતત સાવધાની રાખવાની જરૂર છે. ગાઈડલાઈનમાં કંટેનમેન્ટ ઝોનમાં ખાસ સાવચેતી રાખવાની વાત કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, એક દિવસમાં કોરોનાના 20,021 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમણના કેસો વધીને આજે 1,02,07,871 થઈ ચુક્યા છે. જેમાં 97.82 લાખથી વધારે લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સવારે 8 વાગ્યાથી જાહેર આંકડાઓ પ્રમાણે વધુ 279 લોકોના મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 1,47,901 થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.