નાગરિક (સંશોધન) વિધેયક પર ‘આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી પંચ’ના આરોપોનો ભારતે સણસણતો જવાબ આપ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, અમેરિકાના પંચનું નુવેદન ના તો યોગ્ય છે કે ના તો સાચુ. સંસદના બંને ગૃહો આ વિધેયકને પસાર કરે તો ગૃહમંત્રી અમિત શાહ અને સંબંધિત નેતાઓ સામે પ્રતિબંધ મૂકવાની આ પંચે અમેરિકન સરકારને ભલામણ કરી છે.
આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું છે કે, આ બાબત ખરેખર નિરાશાજનક છે કે યૂએચસીઆઈઆરએફએ માત્ર પોતાના પૂર્વાગ્રહોના આધારે જ વિચારવાનું પસંદ કર્યું છે જ્યારે આ મુદ્દે હસ્તક્ષેપ કરવાનો તેને કોઈ જ અધિકાર નથી. નાગરિકતા સંશોધન બિલ અને એનઆરસી કોઈ પણ ધર્મ કે ભારતીય નાગરિક પાસેથી તેની નાગરિકતા આંચકતુ બિલ નથી.
અમેરિકા સ્થિત આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા બાબતની સંસ્થા યુએસ કમિશન ફોર ઈન્ટરનેશનલ રિલિજીયસ ફ્રીડમ (USCIRF)એ કહ્યું છે કે ભારતીય સંસદમાં રજૂ થયેલું નાગરિકતા સુધારા વિધેયક એ ખોટી દિશામાં ભરવામાં આવેલુ અત્યંત ભયજનક પગલું છે. આ વિધેયક લોકસભામાં પસાર થવાથી પંચ ખૂબ જ ચિંતિત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.