ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાનુ નિવેદન- શાંતિ,ન્યાય અને સંસ્થાકીય મજબૂતીના નીતિ આયોગના મુલ્યાંકનમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે

ગાંધીનગર: ગુજરાત પોલીસમાં ભરતી થવા માંગતા યુવાનો માટે એક સારા સમાચાર છે. ગુજરાત વિધાનસભાનું હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં પોલીસ વિભાગમાં વિવિધ સંવર્ગમાં 10,989 નવી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, શાંતિ,ન્યાય અને સંસ્થાકીય મજબૂતીના નીતિ આયોગના મુલ્યાંકનમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. આમ છતાં ટેકનોલોજીના વિકસતા જતા યુગમાં ગુનાઓ પણ હાઇ-ફાઇ બન્યા છે, ત્યારે સાયબર ક્રાઇમ સહિત અન્ય ગુનાઓનું ટેકનોલોજી દ્વારા નિયંત્રણ થાય તે માટે ગુજરાત પોલીસને વધુને વધુ સુસજ્જ કરાશે. પોલીસ વિભાગમાં વિવિધ સંવર્ગમાં 10,989 નવી જગ્યાઓ ભરાશે.

જાડેજાએ ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ દ્વારા ‘પ્રેસીડેન્ટ કલર્સ’થી સન્માનીત કરવામાં આવી છે. આગામી દિવસોમાં હોમગાર્ડના સંખ્યાબળમાં 4528નો વધારો કરી કુલ સંખ્યા બળ 49808 કરવાનું આયોજન છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.