કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામને પોતાની નિષ્ફ્ળતાનો એકરાર કરતા જણાવ્યું હતું કે મને ખેદ છે કે જીએસટી તમારી સંતૃષ્ટતાને પૂર્ણ નથી કરી શક્યો. હાજર રહેલા લોકોમાંથી એક વ્યક્તિએ જીએસટી પર ચિંતા વ્યક્ત કરીને નાણામંત્રીને સવાલ પૂછ્યો હતો તેના જવાબમાં તેઓએ તેઓએ જણાવ્યું હતું કે દેશમાં ઘણાં લાંબા સમય બાદ સંસદ અને રાજ્યમાં ઘણા પક્ષોએ એક સાથે કામ કર્યું અને અધિનિયમ પસાર કરવામાં આવ્યો. અમુક અનુભવોને આધારે આપણે નક્કી ના કરી શકીએ કે આ કેવું માળખું છે.
નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે પ્રથમ દિવસથી જ હું ઈચ્છી રહી છું કે જીએસટી તમને સંતૃષ્ટ કરે પરંતુ મને દુઃખ છે કે જીએસટી તમારી અપેક્ષાએ ખરું ઉતર્યું નથી. આ કાયદો સંસદ અને તમામ વિધાનસભાઓમાં પસાર કરવામાં આવ્યો હતો. તેમાં અમુક ખામીઓ હોઈ શકે છે જે તમારી મુશ્કેલીમાં વધારો કરી શકે છે. આ દેશનો કાયદો છે માટે તમને અપીલ કરું છું કે આપણે સાથે મળીને કામ કરીએ કે જેથી સર્વોત્તમ માળખું તૈયાર થઇ શકે.
તેઓએ કહ્યું હતું કે જો આપણી ચિંતાઓને કાયદાની સરંચના બદલ્યા સિવાય પણ સંબોધિત કરવામાં આવે તો તેનાથી ઘણો બોજ ઓછો થઇ જશે અને તમામ લોકો ખુશ હશે. ત્યારબાદ તેને ગુડ્સ એન્ડ સિંપલ ટેક્સ તરીકે ઓળખવામાં આવશે. તેઓએ જણાવ્યું હતું કે વર્તમાન સમય,આ ઇન્ડસ્ટ્રી, કેગ સહીતના તમામ લોકો જીએસટી માટે સરકારની ટીકા કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.