GST કાઉન્સિલ નિણઁય:જાણો શું થયું સસ્તું અને શું થયું મોઘું

સરકારે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે ઘણી વસ્તુઓ પર GST ઘટાડવાનો નિર્ણય લીધો છે. ગોવામાં GST કાઉન્સિલની બેઠક પછી 1000 રૂપિયાથી ઓછા ભાવની હોટલોના રુમ પર GST હટાવી દીધો છે. દેશમાં ન બની રહેલા ડિફેન્સ ગુડ્સ પર GST અને IGST નાબૂદ કરી દીધા છે. તો કેફીયુક્ત દ્રવ્યો પર GST વધારીને 28 ટકા કરી દેવામાં આવ્યો છે. જેના પર 12 ટકા વધારે સેસ લાગશે. આ નિર્ણયો 1 ઓક્ટોબર, 2019થી લાગૂ થઈ જશે.

જિપ પર ટેક્સ 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરી દેવામાં આવ્યો છે, મેરિન ફ્યૂલ પર ટેક્સ 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવાયો છે.

કઈ વસ્તુ પર કેટલો ટેક્સ?

  • ­ હોટેલ ઉદ્યોગને રાહત આપતાં 1000 રૂપિયા સુધીનાં રૂમના ભાડા પર કોઈ GST લાગશે નહીં.
  • 1001 રૂપિયાથી 7500 રૂપિયા સુધીના રૂમના ભાડા પર હવે 18 ટકાના બદલે 12 ટકા GST લાગશે.
  • 7500 રૂપિયાથી વધુ રૂમના ભાડા પરનો GST દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે.
  • હીરા સાથે સંકળાયેલા જોબ વર્ક પર GST 5 ટકાથી ઘટાડી 1.5 ટકા કરાશે.
  • આઉટડોર કેટરિંગ પર GST 18 ટકાથી ઘટાડી 5 ટકા કરાયો.
  • બદામ અને દૂધ પર 18 ટકા ટેક્સ
  • રેલવે વેગન, કોચ પર GST 5 ટકાથી વધારીને 12 ટકા કરવાનો નિર્ણય લેવાયો છે.
  • પોલિથીન બેગ પર 12 ટકા GST લાગશે.
  • 1500cc ડીઝલ અને 1200ccની ગાડીઓ પર 12 ટકા સેસ ઘટાડવાની ભલામણ કરાઈ છે.
  • 13 લોકોની ક્ષમતા ધરાવતા પેસેન્જર પેટ્રોલ વાહનો પર કમ્પેનસેશન સેસમાં 3 ટકાનો ઘટાડો કરાયો છે. આ વાહનો પર કમ્પેન્સેસન સેસનો દર 15 ટકા હતો.
  • સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ સાધનોને આયાત પર 2024 સુધી GST માં રાહત મળશે.
  • સ્ટોન લાગેલા વેટ ગ્રાઊન્ડર પર GST દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.