GST હેઠળ અમદાવાદમાં 11,800 કરોડના બોગસ બિલીંગ વ્યવહારો, 143 કરોડનું આ કૌભાંડ પકડાયું

નવી કરપ્રણાલી ગુડ્સ અને સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ કરચોરી કે ખોટી રીતે રિફંડ મેળવાનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અમદાવાદમાં રૂ. 142.75 કરોડના બોગસ બિલિંગ મારફતે ખોટી રીતે રૂ. 17.33 કરોડની ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનું ષડયંત્ર પકડી પાડ્યું છે અને અમદાવાદના પુંડરિક રવિન્દ્ર ત્રિવેદી નામની વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે.

તાજેતરમાં સ્ટેટ જીએસટી વિર્ભાગ દ્વારા મે. અભિષેક એન્ટરપ્રાઇસ અને મે. ચેમ્પીયન ઇમ્પેક્ષ પ્રા. લી. અમદાવાદ તથા નીચે જણાવેલી અન્ય 6 પેઢીના ઓફિસ-ધંધાના સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ તમામે રૂ. 142.75 કરોડના બોગસ બિલિંગ મારફતે ખોટી રીતે રૂ. 17.33 કરોડનું જીએસટી રિફંડ મેળવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

સ્ટેટ જીએસટી વિભાગે હાથ ધરેલી તપાસ કાર્યવાહીમાં જાણવા મળ્યું કે, ઉપરોક્ત ૬ પેઢીઓ દ્વારા કોઇપણ પ્રકારના માલ કે સેવાના વ્યવહારો કરવામાં આવ્યા નથી અને ફકત કાગળ ઉપર જ ખોટા વ્યવહારો દર્શાવ્યા હતા. પુંડરિક રવિન્દ્ર ત્રિવેદી મે. અભિષેક એન્ટરપ્રાઇસનો માલિક અને મે. ચેમ્પીયન ઇમ્પેક્ષ પ્રા. લી.નો ડિરેકટર છે. પુંડરિક રવિન્દ્ર ત્રિવેદીના જીએસટી રજીસ્ટરેશન રેકોર્ડમાં દર્શાવેલા સેટેલાઈટ, અમદાવાદ ખાતેના રહેઠાંણના તથા મકરબા, અમદાવાદ ખાતેની ઓફીસના સ્થળે અને છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્વેલન્સમાં મળી આવેલી સીજી રોડ, અમદાવાદ ખાતેની ઓફીસના સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.

પુંડરિક રવિન્દ્ર ત્રિવેદીએ ઉક્ત ૬ પેઢીઓમાંથી માલ કે સેવાની વાસ્તવિક ખરીદ-વેચાણ કર્યા વગર જ ખોટું ટ્રાન્ઝેક્શન દર્શાવી અને ખોટી રીતે જીએસટી રિફંડ મેળવીને સરકાર સાથે છેતરપીંડિ કરી છે. આ ઉપરાંત પુંડરિંક રવિન્દ્ર ત્રિવેદી દ્વારા મે. અભિષેક એન્ટરપ્રાઇઝ અને મે. ચેમ્પીયન ઇમ્પેક્ષ પ્રા. લી. નામે માલની ર્ભૌતિક રવાનગી કર્યા વગર તથા કોઇ પણ પ્રકારની સર્વિસ આપ્યા વગર માત્ર માલ અને સેવાના બિલો ઇશ્યૂ કર્યા હતા. આવી રીતે પુંડરિક રવિન્દ્રી ત્રિવેદીએ રૂ. ૧૪૨.૭૫ કરોડના બિલો ઇશ્યૂ કરીને રૂ. ૧૭.૩૩ કરોડનું જીએસટી રિફંડ અન્ય વેપારીઓને પણ ગેરકાયદેસર રીતે તબદીલ કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.