ખુદ કેન્દ્ર સરકારે કાયદાનો ભંગ કર્યાનું કેગના વધુ એક રિપોર્ટમાં સામે આવ્યું છે. કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કેન્દ્ર સરકારે કાયદાનો ભંગ કરીને રાજ્યનો અિધકાર હતો તે જીએસટી વળતરનો બીજા જ હેતુ માટે ઉપયોગ કરી નાખ્યો છે.
કોરોના મહામારી અને લોકડાઉનને કારણે પડી ભાંગેલી આૃર્થવવ્યથાને કારણે રાજ્યો ઘણા સમયથી કેન્દ્ર પાસેથી પોતાના વળતરને ચુકવવા માગણી કરી રહ્યા છે એવામાં કેગના રિપોર્ટમાં કેન્દ્રએ રાજ્યોને આપવાલે બદલે બીજે જ તેનો ઉપયોગ કરી નાખ્યો હોવાની પોલ ખુલી છે.
હજુ થોડા દિવસ પહેલા જ નાણા પ્રધાન નિર્મલા સિતારામણે સંસદમાં દાવો કર્યો હતો કે જીએસટીના વળતરને લઇને કાયદામાં કોઇ જ જોગવાઇ નથી. જ્યારે હવે કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કાયદામાં તેની જોગવાઇ છે અને કેન્દ્ર સરકારે જ તેનો ભંગ કર્યો છે. કેગે ખુલાસો કર્યો છે કે રાજ્યોને આપવાના થતા 47,272 કરોડ રૂપિયાને બીજા જ હેતુ માટે ઉપયોગ કરી લેવાયા છે.
આ નાણા જીએસટી કેમ્પેસેશન સેસ તરીકે ઓળખાય છે અને તેને 2017-18 અને 2018-19 દરમિયાન સરકારે મેળવ્યા હતા. કેગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સ્ટેટમેંટ 8,9 અને 13ના ઓડિટ પરીક્ષણથી ખ્યાલ આવ્યો છે કે સરકારે રાજ્યોને જીએસટીનું વળતર ચુકવવાનું હોય તેને નિયમ મુજબ પબ્લિક એકાઉન્ટમાં જમા જ નથી કર્યું.
આ જમા રકમ રાજ્યોને જીએસટીના વળતર તરીકે બાદમાં ચુકવવાની હોય છે, આશરે 47,272 કરોડ રૂપિયા આ એકાઉન્ટમાં કેન્દ્રએ જમા ન કર્યા અને પોતાની મરજીથી બીજા જ હેતુ માટે વાપરી નાખવામાં આવ્યા. જીએસટી વળતરના કાયદા મુજબ એક પબ્લિક એકાઉન્ટ હોય છે, જેમાં કેન્દ્રએ જે પણ જીએસટી એકઠું કર્યું હોય તેમાંથી રાજ્યોને જે વળતર આપવાનું હોય તે આ ખાતામાં જમા કરાય છે.
આ જમા થનારા નાણાને જીએસટી કેમ્પેસેશન સેસ ફંડ તરીકે ઓળખવામાં આવે છે જેના પર રાજ્યોનો અિધકાર હોય છે. કેન્દ્ર સરકારે જીએસટી સેસની આ રકમને પબ્લિક એકાઉન્ટમાં જમા કરવાને બદલે બીજા હેતુ માટે તેનો ઉપયોગ કરી લીધો, જ્યારે બીજી તરફ રાજ્યો આ વળતર માગતા રહી ગયા.
નાણાકીય વર્ષ 2018-19માં આ ફંડમાંથી 90,000 કરોડ રૂપિયા ટ્રાંસફર કરવાની બજેટ જોગવાઇ હતી, અને આટલી જ રકમ રાજ્યોને ટ્રાન્સફર કરવાની હતી, વર્ષ દરમિયાન જીએસટી વળતર સેસ તરીકે 95081 કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા. તેમાંથી પબ્લિક એકાઉન્ટમાં રાજ્યોના વળતર માટે માત્ર 54,275 કરોડ જ જમા કરાયા હતા.
એટલે નાણાકીય વર્ષ 2017-18 અને 2018-19 દરમિયાન 47,272 કરોડ રૂપિયા પબ્લિક એકાઉન્ટમાં જમા જ ન થયા અને તેનો સરકારે બીજા જ હેતુ માટે ઉપયોગ કરી લીધો. આ રકમ પર રાજ્યોનો અિધકાર હોય છે અને જ્યારે રાજ્યો માગે ત્યારે કેન્દ્રએ તેને આપવું ફરજિયાત હોય છે. હાલ ઘણા સમયથી રાજ્યો આ વળતર માટે માગણી કરી રહ્યા છે એવામાં આ રિપોર્ટ સામે આવતા કેન્દ્ર સરકારની પોલ ખુલી પડી છે.
નાણાં મંત્રાલયે કાયદાનો ભંગ થયાનું સ્વીકાર્યું, નાણા જમા કરવાની ખાતરી આપી
લોકોને કાયદાનું પાલન કરવાની કહેનારી કેન્દ્ર સરકારે જ જીએસટીના કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાની પોલ ખુલસા અંતે નાણા મંત્રાલયે પણ કેગના ઓડિટ રિપોર્ટને સ્વીકારવો પડયો હતો. કેગના રિપોર્ટમાં સાથે દાવો કરવામાં આવ્યો હતો કે નાણા મંત્રાલયે અમારા રિપોર્ટને માન્ય રાખ્યો છે અને આગામી દિવસોમાં પબ્લિક એકાઉન્ટમાં જે નાણા નથી જમા કર્યા તે જમા કરાવી દેવામાં આવશે.
કેગે પોતાના રિપોર્ટમાં સાથે નાણા મંત્રાલયને તાત્કાલીક ધોરણે પબ્લિક એકાઉન્ટમાં નાણા જમા કરવાની ભલામણ પણ કરી હતી. જે સેસની રકમ જમા નથી થઇ તેમાં રોડ એન્ડ ઇન્ફ્રાસ્ક્ટક્ચર સેસ, ક્રૂડ ઓઇલ પરનો સેસ, યુનિવર્સલ સર્વિસ લેવી અને નેશનલ મિનરલ ટ્રસ્ટ લેવીનો સમાવેશ થાય છે. આ 35 પ્રકારના સેસ અને લેવીની 2,74,592 કરોડ રૂપિયાની રકમ નાણાકીય વર્ષ 2018-19માં એકઠી કરી હતી તેમાંથી માત્ર 1,64,322 કરોડ જ રીઝર્વ ફંડમાં ટ્રાન્સફર કર્યા હતા, જ્યારે બાકીની રકમ સીએફઆઇમાં જ રહેવા દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.