ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની પેટા ચુટણીમાં 4 બેઠકો પર જાણો શું છે ભાજપ-કોંગ્રેસની સ્થિતિ

ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યમાં ખાલી પડેલી ચાર વિધાનસભાની બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજવાની તારીખ જાહેર કરી અને 21 ઓક્ટોમ્બર 2019ના રોજ ચર બેઠકો ઉપર ચૂંટણી થશે. 2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આ બેઠકો હતી. ફરી વાર ભાજપ જ જીતે તેવી પૂરેપૂરી શક્યતા છે. 

થરાદ

ભાજપ અને કોંગ્રેસ બન્નેમાં અહીં જૂથવાદ કામ કરી રહ્યો છે. પરબત પટેલ ચૂંટાયા હતા. તેમની બેઠક ખાલી કરાવીને તેમને સાંસદ બનાવેલા છે. શંકર ચૌધરીને અહીંથી ભાજપ ચૂંટણી લડાવી શકે છે. તેમની સામે ભાજપના અનેક નેતાઓ અને સ્થાનિક લોકો વિરોધમાં હોવા છતાં અમિત શાહે તેમને ટિકિટ આપી છે. કોંગ્રેસ સ્થાનિક નેતા માવજી પટેલની નારાજગી સમજવા તૈયાર નહોતી. આ વખતે એવું થશે, કોંગ્રેસ પોતે ભાજપને જીતાડશે. ભાજપ પોતે દૂધની ડેરીના પૈસા અહીં વાપરશે.

લુણાવાડા

લુણાવાડામાં ડેરી ઉદ્યોગ અને સહકારી મંડળી ક્ષેત્રે રતનસિંહ રાઠોડ છે. પક્ષપલટો કરાવીને ભાજપે તેમને કોંગ્રેસથી આયાત કરેલા છે. રતનસિંહ 2019 લોકસભામાં સાંસદ છે. ભાજપ અહીં ગમે તેને ટિકિટ આપે પણ તેમની જીત નક્કી છે અને કોંગ્રેસ ગમે તેને ટિકિટ આપે પણ હાર નક્કી છે.

ખેરાલું

કોંગ્રેસના રામજી ઠાકોરને આસાનીથી બીજેપીના ભરત ડાભી હરાવીને સાંસદ બની ગયા છે. પેટા ચૂંટણીમાં ભાજપ જીતે તેવા સંજોગો છે.

અમરાઈવાડી

અમદાવાદ શહેરની અમરાઈવાડી બેઠક પણ બીજેપી આસાનીથી જીત મેળવી રહેશે તેવું ચર્ચાઈ રહ્યું છે. હસમુખ પટેલ સાંસદ બની ગયા છે. અહીં ભાજપ ફરી આવે એવી હવા આવી રહી છે. 

હવે જોવાનુ એ રહ્યુ કે આખરે જનતા કોના પર જીત નો કળશ ઢોળશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.