સલામત ગુજરાત ના બણગા વચ્ચે નવેમ્બર માસમાં 24 બળાત્કારની ઘટના બની, સૌથી વધુ ઘટના સુરતમાં બની જાણો સમગ્ર અહેવાલ

રાજ્ય સરકાર દ્વારા મહિલા સુરક્ષાની ખાલી મોટી મોટી વાતો કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, ગુજરાતમાં અવાર નવાર મહિલા, યુવતી કે, બાળકી સાથે અડપલા કે, દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવે છે. ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ ઓછી થવાના બદલે વધી રહી છે. જાણે નરાધમોને કાયદો કે, પોલીસનો ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે, નવેમ્બર મહિનામાં રાજ્યના અલગ અલગ શહેરોમાંથી કુલ મળીને 24 જેટલી દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે.

આ ઘટનાઓની વાત કરવા માટે તો અમદાવાદમાં 1, જુનાગઢમાં 1, મહેસાણામાં 1, કડીમાં 1, વડોદરામાં 1, અંબાજીમાં 2, પાલનપુરમાં 1, દાંતીવાડામાં 1, વાવમાં 1, થરામાં 1, રાજકોટમાં 4 અને સૌથી વધારે દુષ્કર્મની ઘટના સુરતમાં 9 બનવા પામી છે. સુરતમાં નાની બાળકી અને સગીરાઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. સુરતમાં બનેલી 9 ઘટનાઓમાં 3 નવેમ્બરના રોજ અલથાણમાં 4 વર્ષની બાળકી સાથે , 7 નવેમ્બરના રોજ ગોડાદરામાં 13 વર્ષની કોશોરી સાથે અને 8 નવેમ્બરના રોજ વરાછા વિસ્તારમાં 16 વર્ષની સગીરા સાથે બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.