ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર – ગુજરાતમાં સુરતના દર્દીનું પહેલુ મોત

ગાંધીનગરઃ કોરોનાવાયરસના કારણે ગુજરાતમાં મોતને પહેલો કેસ નોંધાયો છે. સુરતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ એક વ્યક્તિનું મોત થયું છે. કોરોનાના કારણે ગુજરાતમાં મોતનો કિસ્સો નોંધાતાં ખળભળાટ મચ્યો છે. સુરતમાં કોરોનાવાયરસના કુલ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોના વાયરસ કહેર બન્યો છે. કોરોના વાયરસથી ગુજરાતમાં મોતનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતમાં આજે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ 4 દિવસમાં 18 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે.

ગુજરાતમાં આજે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ 4 દિવસમાં 18 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 7, ગાંધીનગર-3, કચ્છ-1, વડોદરા-3, રાજકોટ-1 અને સુરતમાં 3 કેસ નોંધાયા છે. આ 18 પોઝિટિવ કેસના નામ જાહેર કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.