ગુજરાત પોલીસની સિદ્ધી- સૌ પ્રથમ વખત અમદાવાદ શહેર પોલીસને મળ્યું ISO સર્ટિફિકેટ

ગુજરાત પોલીસમાં સૌ પ્રથમ અમદાવાદ પોલીસ ને ISO સર્ટિફિકેટ મળ્યું છે. જે અમદાવાદ પોલીસ માટે ગર્વ સમાન વાત કહી શકાય. અમદાવાદ શહેર પોલીસને ISO પ્રમાણિત સર્ટિફાઈડ ફોર્સનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ફરિયાદોનું નિરાકરણ, તકેદારી, ઝડપી ગુના નિવારણ, કાયદો અને વ્યવસ્થા સાથે જ ટ્રાફિક વ્યવસ્થા અને ઉચ્ચતમ કામગીરી બદલ શહેર પોલીસને આ સર્ટિફિકેટ અપાયું છે.

અમદાવાદ પોલીસ દેશની પહેલી આઈએસઓ પ્રમાણિત પોલીસ બની ગઈ છે. યુઆરએસ સર્ટિફિકેશન લિમિટેડ દ્વારા તેને ત્રણ આઈએસઓ પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં પોલિસીંગથી સંબંધિત વિવિધ માપદંડોને પૂરા કરવા માટે આઈએસઓ 9001: 2015, આઈએસઓ 14001: 2015 અને આઈએસઓ 45001: 2018 સામેલ છે. પ્રમાણપત્ર 1 માર્ચ 2023 સુધી માન્ય રહેશે.

આ સફળતાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરતા અમદાવાદ પોલીસે જણાવ્યું કે, હવે અમે ભારતમાં પહેલીવાર વ્યાપક આઈએસઓ પ્રમાણિત પોલીસ બળ (111 યુનિટ) બનાવી રહી છે. યુઆરએસ સર્ટિફિકેટ લિમિટેડથી આઈએસઓ 9001: 2015, આઈએસઓ 14001: 2015 અને આઈએસઓ 45001: 2018 પ્રાપ્ત કર્યું છે. અમે અમદાવાદના નાગરિકોની સેવામાં પ્રતિબદ્ધ છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.