કોરોના અપડેટ : ગુજરાતમાં છેલ્લા થોડા દિવસમા સામે આવ્યા 10 હજારથી વધુ કેસ , 92 ના મોત: ચિંતા જનક બાબત

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૩૬૧ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાંથી ૩૩૭-ગ્રામ્યમાંથી ૨૪ કેસનો સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લામાં નોંધાયેલા આ કોરોનાના બીજા સર્વોચ્ચ દૈનિક કેસ છે. અગાઉ ૨૧ નવેમ્બરે સૌથી વધુ ૩૭૩ નવા કેસ સામે આવ્યા હતા. કોરોનાના કુલ કેસનો આંક હવે અમદાવાદમાં ૪૮૭૧૦ છે. સુરત શહેરમાં ૨૩૧-ગ્રામ્યમાં ૫૮ એમ ૨૮૯ સાથે કુલ કેસનો આંક હવે ૪૨૫૨૫ છે.

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૧૨, સુરતમાંથી ૩ અને વડોદરામાંથી ૧ એમ કુલ ૧૬ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨૦૧૫, સુરતમાં ૮૮૮ અને વડોદરામાં ૨૧૯ છે.

ગુજરાતમાં કોરોનાના સર્વોચ્ચ દૈનિક કેસ

તારીખ કેસ
૨૬ નવેમ્બર ૧૫૬૦
૨૫ નવેમ્બર ૧૫૪૦
૨૧ નવેમ્બર ૧૫૧૫
૨૪ નવેમ્બર ૧૫૧૦
 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.