ગુજરાતથી 630 કરોડ રૂપિયાનો ઓર્ડર મળતા જ નુકસાનમાં જઈ રહેલો શેર બન્યો રોકેટ, રોકાણકારોની ખરીદવા પડાપડી

ગુજરાતથી 630 કરોડ રૂપિયાનો ઓર્ડર મળતા જ નુકસાનમાં જઈ રહેલો શેર બન્યો રોકેટ, રોકાણકારોની ખરીદવા પડાપડી

PSP Projects ના શેર આજે ગુરુવારે ફોકસમાં છે.  કંપનીના શેર હાલ 21.10 રૂપિયા (2.95 ટકા) ચડીને હાલ  737.25 રૂપિયના સ્તરે જોવા મળી રહ્યા છે. શેરોમાં તેજીનું પાછળ અસલમાં એક મોટો ઓર્ડર છે. વાત જાણે એમ છે કે કંપનીને ગુજરાતથી 630.90 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. કંપનીએ તેની જાણકારી શેરબજારને આપી છે. કંપનીએ કહ્યું કે તેને ગુજરાતમાં 630.90 કરોડ રૂપિયાનો બાંધકામ અંગેનો ઓર્ડર મળ્યો છે.કંપનીએ શેરબજારને આપેલી જાણકારીમાં જણાવ્યું કે રેલ વિકાસ નિગમ લિમિટેડ માટે વડોદરામાં ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના બાંધકામનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. નિર્માણ કાર્ય અઢી વર્ષમાં પૂરું કરવાનું છે. કંપનીના જણાવ્યાં મુજબ આ સાથે જ ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે કંપનીને અત્યાર સુધી મળેલા કોન્ટ્રાક્ટની રકમ 2626.61 કરોડ રૂપિયા થઈ ગઈ છે. પીએસપી પ્રોજેક્ટ્સ લિમિટેડ એક નિર્માણ કંપની છે જે નિર્માણ તથા સંબંધિત સેવાઓની વિવિધ સેવાઓ આપે છે.

કંપનીના શેરોમાં ગત કેટલાક સેશન્સથી સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 5 દિવસમાં આ શેર 6 ટકા  તૂટ્યો પણ ખરો. મહિનાભરમાં 2 ટકા અને આ વર્ષે YTD માં 4 ટકા તૂટ્યો. જ્યારે છેલ્લા 6 મહિનામાં તેમાં 9 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વાર્ષિક રીતે જોઈએ તો આ શેર 8 ટકા ચડ્યો છે અને પાંચ વર્ષમાં 90 ટકાનું રિટર્ન આપ્યું છે. તેની 52 અઠવાડિયાની હાઈ પ્રાઈસ 846 રૂપિયા છે અને 52 વીકનો  લો 652.15 રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ 2635.92 કરોડ રૂપિયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.