ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : આપ બાદ કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત કરાઈ p

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે વેઢે ગણાય તેટલા દિવસો રહી ગયા છે ત્યારે એક પછી એક પાર્ટી પોતાના મુરતિયાની જાહેરાત કરી રહી છે. ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ દરેક વિધાનસભાની સીટ પર ચૂંટણી લડી રહી છે. આમ આદમી પાર્ટીએ સૌપ્રથમ પોતાના તમામ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે ત્યારે હવે કોંગ્રેસ દ્વારા પણ વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારની પ્રથમ યાદી બહાર પાડી છે.

કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ યાદીમાં 43 જેટલા ઉમેદવારો જાહેર કર્યા છે. ગઈકાલે મોડી રાત્રે વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેરાત કરી દીધી છે ત્યારે હવે રાજકીય પક્ષ માટે ખુબ જ ઓછો સમય છે. આમ આદમી પાર્ટી પછી કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ પણ કોઈપણ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી.

કોંગ્રેસના 43 ઉમેદવારોની યાદી નીચે મુજબ છે

1. રમેશભાઈ ડાંગર – અંજાર
2. સંજય ગોવાભાઈ રબારી – ડિસા
3. ડૉ હિમાંશુ વી પટેલ – ગાંધીનગર સાઉથ
4. અમીબેન યાજ્ઞિક – ઘાટલોડિયા
5. ભિખુ દવે – એલિસબ્રિજ
6. ધર્મેંદ્ર શાંતિલાલ પટેલ – અમરાઈવાડી
7. ઉમેદી બુધાજી ઝાલા – દસક્રોઈ
8. હિતેશભાઈ એમ વોરા – રાજકોટ સાઉથ
9. સુરેશ બથવાર – રાજકોટ ગ્રામ્ય
10. ભોળાભાઈ ગોહીલ – જસદણ
11. બિપેંદ્રસિંહ ચતુરસિંહ જાડેજા – જામનગર નોર્થ
12. અર્જૂનભાઈ મોઢવાડિયા – પોરબંદર
13. નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરા – કુતિયાણા
14. અરવિંદભાઈ ઝીણાભાઈ લાડાણી – માણાવદર
15. કનુભાઈ કળસરીયા – મહુવા
16. ધ્રુવલ પટેલ – નડિયાદ
17. સ્નેહલતાબેન ખાંટ – મોરવાહડક
18. રુધુભાઇ માયર – ફતેપુરા
19. ડૉ મિતેશ કે ગરાશિયા – ઝાલોદ
20. રમેશ કુમાર ગુંદિયા – લિમખેડા
21. ભિલ ધિરુભાઈ ચૂનિલાલ – સંખેડા
22. નરેશભાઈ વજીરભાઈ વલવી – ઉમરગામ
23. વસંતભાઈ પટેલ – કપરાડા
24. જયશ્રી પટેલ – પારડી
25. શંકરભાઈ વી પટેલ – ગણદેવી
26. રણજિતભાઈ ડાયાભાઈ પંચાલ – જલાલપોર
27. મુકેશભાઈ ચંદ્રભાઈ પટેલ – ડાંગ
28. હેમાંગીની દિપકકુમાર ગરાશીયા – મહુવા એસ.ટી
29. પન્નાબેન અનિલભાઈ પટેલ – બારડોલી
30. સંજય રમેશ ચંદ્ર પટવા – સુરત વેસ્ટ
31. કલ્પેશ હરજીવનભાઈ વરીયા – કતારગામ
32. પ્રફુલભાઈ છગનભાઈ તોગડીયા – વરાછા
33. નિલેશ કુંભાણી – કામરેજ
34. દર્શન કુમાર અમૃતલાલ નાયક – ઓલપાડ
35. ડૉ તશવીન સિંહ – માંજલપુર
36. સંજય પટેલ – રાવપુરા
37. રુત્વિક જોશી – અકોટા
38. અમી રાવત – સયાજીગંજ
39. મુકેશભાઈ દેસાઈ – ખેરાલુ
40. ભરત સોલંકી – ગાંધીધામ એસ.સી
41. પ્રવીણભાઈ પરમાર – કડી એસ.સી
42. રમેશભાઈ સોલંકી – ઇડર એસ.સી
43. કમલેશકુમાર જે. પટેલ – હિંમતનગર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી પહેલી ડિસેમ્બર અને પાંચમી ડિસેમ્બર એમ બે તબ્બકામાં યોજાશે જેનું પરિણામ 8મી ડિસેમ્બરના રોજ જાહેરાત થશે.P

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.