કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને પત્ર લખીને જણાવ્યું હતું કે હું 1983થી પક્ષમાં વફાદારીપૂર્વક કાર્ય કરું છું. પાર્ટીએ જે પણ જવાબદારી સોંપી છે તેને નિષ્ઠાપૂર્વક નિભાવી છે. મેં પાર્ટીને મારી મા ગણીને કામ કર્યું છે.હાલના સંજોગોમાં ખુબ જ દુઃખ સાથે હું ભારતીય જનતા પાર્ટીના સામાન્ય સભ્યપદેથી તેમજ પ્રદેશ આમંત્રિત કારોબારી સભ્યપદેથી મને મુક્ત કરવા મારી વિનંતી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ખુબ જ નજીક છે. ગુજરાતમાં હવે ચૂંટણીને 19 દિવસનો સમય બાકી છે. આ દરમિયાન એક પછી એક રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ આ અગાઉ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ભારતીય જનતા પાર્ટએ તેમના 180 ઉમેદવારોમાંથી 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તેમના 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી ન હતી જેમાં આજે વધુ 6 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વર્ષે ભારતીય જનતા પાર્ટીને ટીકીટનો લઈને ખુબ જ મથામણ કરવી પડી છે. નોધનનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બરમાં છે. ગુજરાતમાં પ્રથમ ચરણનું મતદાન પહેલી ડિસેમ્બરના થશે જયારે બીજા ચરણનું મતદાન પાંચમી તારીખે થશે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ સાથે 8મી ડિસેમ્બરના રોજ જાહેર થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.