જૂનાગઢ ભાજપના ઉમેદવાર કરોડપતિ જયારે કેશોદના ધારાસભ્ય મંત્રી છતાં મિલકત ઘટી
News Detail
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જાહેર થયેલા ઉમેદવારોમાં કેટલાક ઉમેદવારો કરોડપતિ છે જયારે કેટલાકની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે. કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ મંત્રી હોવા છતાં તેમની સ્થાવર અને મિલ્કતમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ બાજુ માંગરોળના કોંગી ધારાસભ્યની મિલ્કતમાં વધારો થયો છે. જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર સંજય કોરડીયાએ સ્થાવર મિલ્કત 7,21,8,000 જેટલી દર્શાવી હતી. જયારે તેમની પત્ની પાસે સ્થાવર મિલ્કત 76,30,000 છે. કેશોદ બેઠક પરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પશુપાલન મંત્રી દેવા માલમની મિલકતમાં ઘટાડો થયો છે. વિધાનસભાની ચૂંટણીમાં ભરેલા ઉમેદવારી પત્રમાં દર્શાવેલ જંગમ મિલકત 19,25,000 અને સ્થાવર મિલકત 4,33,23,000 દર્શાવી છે. મંત્રી હોવા છતાં મિલકતમાં ઘટાડો થયો છે
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તેમના 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી ન હતી જેમાં આજે વધુ 6 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વર્ષે ભારતીય જનતા પાર્ટીને ટીકીટનો લઈને ખુબ જ મથામણ કરવી પડી છે. નોધનનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બરમાં છે. ગુજરાતમાં પ્રથમ ચરણનું મતદાન પહેલી ડિસેમ્બરના થશે જયારે બીજા ચરણનું મતદાન પાંચમી તારીખે થશે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ સાથે 8મી ડિસેમ્બરના રોજ જાહેર થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.