ગુજરાતમાં આ વર્ષે વિધાસસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ સીટ પર ચૂંટણી લડવાની હોય તે માટે ગુજરાતમાં જોરસોરથી પ્રચાર કરી રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આ વખતે ગુજરાતમાં પાંચ જનસભાને સંબોધન કરશે અને મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરશે. અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મિશન મોડથી કાર્ય કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીનો પ્રચાર ખુબ જ ગતિથી થઇ રહ્યો છે તેવામાં અરવિંદ કેજરીવાલના બે દિવસના પ્રવાસ દરમિયાન 5 જેટલી જંગી સભાઓને સંબોધન કરશે. દિલ્હી સીએમ આગામી 8મી તારીખ અને 9મી તારીખે ગુજરાતની મુલાકાતે આવશે. નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તે પહેલા જ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે અરવિંદ કેજરીવાલ. આ વખતે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ નવી જાહેરાત કરી શકે છે. આ પહેલા મફત વીજળી, રોજગારી, જૂની પેન્સન યોજના જેવી મોટી જાહેરાત કરી ચુક્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે કેજરીવાલ ગુજરાતની જનતાને કયો નવો વાયદો આપશે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સીધી ટક્કર ભાજપ સાથે થઇ ગઈ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી નથી તેમ છતાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. આમ આદમી પાર્ટી સોસીયલ મીડિયાથી લઈને લોક સંપર્ક સુધી ચૂંટણી પ્રચાર કરી રહી છે. આ વર્ષે વિધાનસભાની ચૂંટણી ત્રિપાંખીયો જંગ થઇ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.