ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ચૂંટણી પહેલા આચાર સંહીતા ગમે ત્યારે લાગી શકે છે. ચૂંટણી પંચની એક પછી એક તૈયારીઓ ગુજરાતમાં તેજ થઈ ગઈ છે. આગામી 26 અને 27 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતમાં આવશે. આ વખતે મળતી વિગતો અનુસાર ચૂંટણી પંચના સીઈઓ સહીતના અધિકારીઓ આવી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા આ એક્ટિવનેસ બતાવતા ગમે ત્યારે આચાર સંહીતા લાગુ થઈ શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈને જે રીતે રાજકીય પાર્ટીઓ સક્રીય બની રહી છે તેમ ચૂંટણી કમિશન દ્વારા પણ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ગત સપ્તાહમાં જ ચૂંટણી પંચની કેન્દ્રની ટીમ ગુજરાત આવી હતી ત્યારે ફરીથી ચૂંટણી પંચની ટીમ ગુજરાત આવી રહી છે. જેથી ચૂંટણીનું કાઉન્ડની શરુઆત થઈ ગઈ છે.
કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાત આવશે. બે સભ્યોનું કમિશન રાજકીય પાર્ટીઓ સાથે બેઠક કરશે, તમામ કલેક્ટરો સાથે પણ બેઠકો તેઓ કરશે. જે રીતે ચૂંટણી કમિશન દ્વારા એક્ટિવનેસ બતાવવામાં આવી રહી છે જેથી ગમે ત્યારે આચાર સંહીતા લાગે તેવી પણ શક્યતાઓ છે. ગત રવિવારે અને સોમવારે પણ પ્રેઝન્ટેશન કાયદા વ્યવસ્થા લઈને તેમજ મતદાન મથક સુધીની તૈયારીઓને લઈને કરવામાં આવશે.
આગામી 5 દિવસ બાદ સીઈઓ સહીતના અધિકારીઓ ગુજરાત આવશે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર તમામ રાજકીય પાર્ટીઓ સાથે તેમની બેઠક થશે. ફરીથી પ્રેઝન્ટેશન જોવામાં આવશે. આગામી સપ્તાહમાં જાહેરાત તેમના આવ્યા બાદ થતી હોતી હોય છે. આ મહિનામાં અંત સુધીમાં તેમજ નવેમ્બર મહિનામાં આચાર સંહીતા લાગું થાય તેવી પણ શક્યતાઓ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા તૈયારીના ભાગરુપે દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. ખાસ કરીને આગામી ચૂંટણી જંગમાં જે રીતે રાજકીય પાર્ટીઓએ સક્રીયતા બતાવી છે ત્યારે ચૂંટણી પંચે પણ સક્રીયતા બતાવી છે. અધિકારીઓની એક પછી એક મુલાકાત અને તૈયારીઓને જોતા જલદી જ આચાર સંહીતા લાગી જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.