ગુજરાત પરથી શાહીન વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. હાલ દ્નારકા થી ૫૦ કિ.મી. દૂર ડિપ્રેશન છે. જે આગામી ૧૨ કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. પાકિસ્તાન તરફ ફંટાઈ જશે. પરંતુ ગુલાબ બાદ શાહીન વાવાઝોડાને કારણે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે.
મોટા ભાગે જુલાઈ અને ઓગસ્ટ માસમાં સીઝનનો અંદાજે ૬૦ થી ૭૦ ટકા વરસાદ વરસતો હોય છે. પરંતુ આ વખતે આ બંને મહિનામાં ધણો ઓછો વરસાદ થયો છે. પરંતુ આ વર્ષે સપ્ટેમ્બર મહિનો ગુજરાતને ફળ્યો છે.
તો ગુજરાતમાં આજે સવારે ૬:૦૦ થી ૮:૦૦ સુધીમાં ૨૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુર પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે.
https://www.youtube.com/watch?v=KLODJ_yMYk8
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.