ગુજરાત બોર્ડ આપી છુટછાટ ; શાળાઓ પોતાની રીતે લઈ શકશે આ નિર્ણય…

ખાનગી સ્કૂલના સંચાલકો ના વિરોધ બાદ અંતે ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ ૯ થી ૧૨ ની પ્રથમ સત્ર પરીક્ષામાં બોર્ડના પ્રશ્નપત્રો માંથી મુક્તિ આપી છે. હવે સ્કૂલો પોતાની રીતે પ્રશ્નપત્રો તૈયાર કરી અને પ્રિન્ટ કરાવી પરીક્ષા લઇ શકશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૯ થી ૧૨ માં ગણિત વિજ્ઞાન, અંગ્રેજી, એકાઉન્ટ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી બાયોલોજી સહિતના મુખ્ય વિષયોની પરીક્ષા બોર્ડ ના પ્રશ્નપત્ર થી લેવાનું નક્કી કર્યું છે. અને જે મુજબ આ વર્ષે ૧૮મી ઓક્ટોબરથી કોમન પરીક્ષા કાર્યક્રમ મુજબ તમામ સ્કૂલોમાં ધોરણ ૯ થી ૧૨ ની પરીક્ષા લેવામાં આવનાર છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ સહિતના વિવિધ સંચાલક મંડળને કોમન પરીક્ષામાંથી મુક્તિ આપવા માંગ કરી હતી અને પોતાની રીતે પરીક્ષા લેવાની છૂટ આપવા રજૂઆત કરી હતી.

સ્કૂલોમાં ૫૦ ટકા હાજરી રાખવાની હોય છે અને ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે વિદ્યાર્થીઓને ભણાવવાના હોય છે. જેથી સ્કૂલોએ રજૂઆત કરી હતી કે ગ્રામ્ય ની અલગ અલગ રીતે અભ્યાસક્રમ ચાલ્યા છે તેમજ ધોરણ ૧૨ ની સ્કૂલો ૧૫ જુલાઈથી અને ધોરણ ૯ થી ૧૧ માટે ૨૬ જુલાઈએ સ્કૂલો શરૂ થઈ હતી. ધોરણ ૯ થી ૧૨ માં હવે પોતાની રીતે શાળા કક્ષાએ પ્રશ્નપત્રો તૈયાર કરાવીને પ્રથમ સત્ર પરીક્ષા લઇ શકશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.