ગુજરાતમાં સરકારી આંકડાને જોતા કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે, તેવો આભાસ થાય છે પરંતું ખરેખર સ્થિતી ચિંતાજનક છે, તહેવારની સિઝનમાં આ પરિસ્થિતી બેકાબુ બને તેવું જણાઇ રહ્યું છે, આજે રાજ્યમાં કોવિડ-19નાં નવા 954 નવા કેસ નોંધાયા છે.
નવેમ્બરની શરૂઆતના બે દિવસ 900થી ઓછા કેસ નોંધાતા રાજ્યમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેમ લાગતું હતું. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3734 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ 12,451 એક્ટિવ કેસ છે, જ્યારે 1,59,448 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,390 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,75,633 પર પહોંચી છે.
રાજ્યમાં આજે કોરોનાનાં કારણે થયેલા મોતની વિગત આ મુજબ છે, અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, મહેસાણામાં 1, સુરતમાં 1 મળી કુલ 6 લોકોનાં કરૂણ મોત થયા હતા.
રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં કોરોના સંક્રમણ પર એક નજર કરીએ તો સુરત કોર્પોરેશન 155, અમદાવાદ કોર્પોરેશન 154, વડોદરા કોર્પોરેશન 68, સુરત 43, રાજકોટ કોર્પોરેશન 41, પાટણ 40, વડોદરા 40, મહેસાણા 39, બનાસકાંઠા 31, ગાંધીનગર કોર્પોરેશન 28, રાજકોટ 23, સાબરકાંઠા 21, નર્મદા 20, અમરેલી 19, પંચમહાલ 19, જામનગર કોર્પોરેશન 17, ભરૂચ 14, ગાંધીનગર 14, જામનગર 13, સુરેન્દ્રનગર 13, અમદાવાદ 12, ગીર સોમનાથ 12, જુનાગઢ કોર્પોરેશન 12, ભાવનગર કોર્પોરેશન 11, જુનાગઢ 11, ખેડા 10, કચ્છ 9, મોરબી 9, અરવલ્લી 8, દાહોદ 8, તાપી 8, આણંદ 7, મહીસાગર 6, ભાવનગર 5, છોટા ઉદેપુર 5, દેવભૂમિ દ્વારકા 5, પોરબંદર 2, નવસારી 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં આજે કુલ 1197 દર્દી સાજા થયા હતા અને 52,739 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 62,10,550 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.78 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,05,903 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,05,796 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 107 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.