ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
News Detail
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે આવતીકાલે ઉમેદવારો પાસે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આ પેહલા જ સુરત આમ આદમી પાર્ટીએ મોટો ઝટકો લાગ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અલ્પેશ કથીરિયાના આંદોલન સમિતિના આગેવાનો ભાજપઆ જોડાયા છે. વિજયભાઈ માંગુકિયા સહીત કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આ સાથે ભાવનગરમાં પણ પાસ કન્વીનર નીતિન ઘેલાણી સહિતના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી શરૂઆતમાં જે રીતે પગપેસારો કર્યો હતો તે રીતે આવે તેની પકડ રહી નથી અને ધીરે ધીરે આમ આદમી પાર્ટી તેની લોકપ્રિયતા ગુમાવી રહી છે જો કે સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટી ખુબ જ પ્રચાર કરી રહી છે.
ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તેમને ટોપી અને ખેસ પહેરાવીને વિધિવત રીતે પાર્ટીમાં આવકાર્યા છે. એક તરફ પાસના મુખ્ય કન્વીનર અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીમાંથી લડી રહ્યા હોવાથી તેમના માટે આ મોટો ઝાટકો છે. નોંધનીય છે કે આગામી મહિનામાં વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન 1લી તારીખે થશે જયારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ થશે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશના પરિણામ સાથે 8મી ડિસેમ્બરના રોજ જાહેર થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.