ગુજરાત ઈલેક્શન 2022: ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન, કહ્યું- બીજેપીના ઇરાદા ખરાબ

અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમનો ઈરાદો ખરાબ છે. બંધારણની કલમ 44 સ્પષ્ટપણે જણાવે છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જવાબદારી સરકારની છે, તો સરકારે યુનિફોર્મ સિવિલ કોડ બનાવવો જોઈએ

News Detail

ગુજરાતની ચૂંટણી 2022ની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમી વધી રહી છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં ખૂબ સક્રિય જોવા મળી રહી છે. તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દિલ્હીના મુખ્યમંત્રી અને AAP નેતા અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના પ્રશ્ન પર મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતના ભાવનગરમાં પત્રકાર પરિષદ દરમિયાન અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું કે ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના પ્રસ્તાવ માટે એક સમિતિની રચના પણ કરવામાં આવી છે.

યુનિફોર્મ સિવિલ કોડ બને – કેજરીવાલ

આ સવાલના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમનો ઈરાદો ખરાબ છે. બંધારણની કલમ 44 સ્પષ્ટપણે જણાવે છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જવાબદારી સરકારની છે, તો સરકારે યુનિફોર્મ સિવિલ કોડ બનાવવો જોઈએ. તેને એવું બનાવવું જોઈએ કે જેમાં તમામ સમુદાયોની સંમતિ હોય. તેમણે કહ્યું કે તમામ સમુદાયોને સાથે લઈને યુનિફોર્મ સિવિલ કોડ બનાવવો જોઈએ.

ભાજપ સરકાર પર લગાવ્યો આ આરોપ

અરવિંદ કેજરીવાલે પણ ભાજપ પર પણ આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરાખંડ ચૂંટણી પહેલા એક સમિતિની રચના કરી. ઉત્તરાખંડની ચૂંટણી જીત્યા બાદ હવે તે સમિતિ તેના ઘરે ચાલી ગઈ. હવે ગુજરાતની ચૂંટણીના 3 દિવસ પહેલા એક સમિતિ બનાવી, હવે તે પણ ચૂંટણી બાદ તેના ઘરે જતી રહેશે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશમાં કેમ નથી બનાવતા, ઉત્તર પ્રદેશમાં કેમ નથી બનાવતા?

કેજરીવાલે વધુમાં કહ્યું કે, જો તેમનો ઈરાદો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો છે તો તેને દેશમાં કેમ નથી બનાવતા. તેને દેશમાં લાગુ કરી દો. તેઓ લોકસભાની ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે કે શું? કેજરીવાલે કહ્યું કે પહેલા તમે જઈને તેમને પૂછો કે કેજરીવાલ કહી રહ્યા છે કે તમારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ નથી કરવો, તમારા ઇરાદા ખરાબ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.