વિધાનસભાની ચૂંટણી માટે આચારસંહિતા હોવાથી ઇન્કમટેક્સની ટીમ તપાસ માટે પહોંચી
News Detail
રાજકોટમાં નાણાકીય હેરફેર મામલે ચેકીંગ દરમિયાન લાખોન રકમ સાથે વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે જ ઇન્કમટેક્સ વિભાગની ટીમ પર તપાસ અર્થે દોડી ગઈ હતી. નાણાકીય બાબતે કાગળો મગાવવામાં આવ્યા છે. આ અંગે રાજકોટના ડીડીઓએ પ્રાથમિક માહિતીની જાણકારી આપી હતી.
નોંધનીય છે કે ગુજરાત વિધાનસાભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. પહેલા તબક્કાની મતદાન માટે ફોર્મની ચકાસણી પૂર્ણ થઇ ગઈ છે. આજે પહેલા તબક્કાના ઉમેદવારો માટે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. બીજા તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન પેહલી ડિસેમ્બરે યોજાશે જયારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ યોજાશે. વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ સાથે 8મી ડિસેમ્બરના રોજ જાહેર થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.