ગુજરાત ઈલેક્શન 2022 : પીએમ મોદી સૌરાષ્ટ્રમાં જંગી સભાઓને સંબોધશે..

આ વખતેની ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું લક્ષયાંક છે મિશન સૌરાષ્ટ્ર

News Detail

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે હવે પ્રથમ તબક્કા માટે સૌરાષ્ટ્રમાં સભાઓ ગજવશે પીએમ મોદી. સૌરાષ્ટ્રમાં ગત વર્ષની ચૂંટણીમાં પછડાટ લાગ્યા બાદ આ વર્ષે ભારતીય જનતા પાર્ટીએ મિશન સૌરાષ્ટ્રથી મતદારોને રીઝવવાનો પ્રયત્ન કર્યો છે. પીએમ મોદી સૌરાષ્ટ્રની ચાર સભા ગજવશે. વડાપ્રધાન મોદી આગામી 20મી નવેમ્બરના રોજ ચાર જેટલી સભા ગજવશે. આ માટેનું આયોજન સંપૂર્ણ થઇ ગયું છે. પીએમ મોદી આગામી 20મી તારીખે સૌરાષ્ટ્રમાં વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદમાં જનસભાને સંબોધન કરશે.

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે પ્રચાર ખુબ ઝડપથી વધી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ 20મી નવેમ્બરના રોજ ચાર જુદી જુદી જગ્યાએ સભાનું આયોજન કર્યું છે જેમાં પીએમ મોદી જંગી સભાને સંબોધન કરશે અને પ્રચાર કરશે. ગુજરાતમાં પહેલી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા જુદી જુદી રીતે પાર્ટી પ્રચાર કરતી હોય છે

ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સૌરાષ્ટ્રની મોટા ભાગની બેઠકો ગુમાવી હતી અને કોંગ્રેસ દ્વારા વધુ બેઠકો જીતી હતી હવે જયારે પ્રધાનમંત્રી ખુદ સૌરાષ્ટ્રમાં સભા ગજવશે એટલે અનેક સમીકરણો બદલી જશે. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આ વર્ષે ભાજપ વધુ ને વધુ સીટ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. નોંધનીય છે કે ગુજરાતમાં પ્રથમ તબક્કાની સૌરાષ્ટ્રની બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે રાજકીય પાર્ટીના એક પછી એક નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી વધુ બેઠકો જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરી છે ત્યારે ગત ચૂંટણીમાં જે કોંગ્રેસને સૌરાષ્ટ્રની બેઠકો જીતી છે તેમાં વધુ ફોક્સ રાખ્યું છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સમીકરણો બદલાઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.