ગુજરાત ઈલેક્શન 2022 : પીએમ મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાષ્ટ્રીય નેતાઓનો ગુજરાત પ્રવાસ વધી રહ્યો છે. એક પછી એક ગુજરાતમાં નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હમણાં જ ગુજરાતના બે દિવસની મુલાકાતે આવ્યા હતા. આ પ્રવાસમાં સુરત, ભાવનગર, અમદાવાદ અને બનાસકાંઠાની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં નરેન્દ્ર મોદી સહીત ભાજપના નેતાઓના પ્રવાસ વધી ગયા છે. ગુજરાત રાજ્યના મતદરોને પોતની તરફ આર્કષવા માટે સભાઓ, રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાનના આગામી બે દિવસના પ્રવાસમાં મહેસાણા, આણંદ, મોઢેરા, બહુચરાજી, દેલવાડાની મુલાકાત કરશે અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને તૈયારી શરુ થઇ ગઈ છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પીએમ મોદી 9મી ઓક્ટોબરના રોજ બહુચરાજીમાં એક જાહેર સભાને સંબોધન કરશે. આ ઉપરાંત પીએમ મોદી મોઢેરામાં સોલાર વિલીજ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. પીએમ મોદીના કાર્યક્રમને લઈને વહીવટ તંત્રએ તડામાર તૈયારી કરી રહી છે અને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પીએમ મોદી મોઢેરામાં લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું પણ લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના કુળદેવી મોઢેશ્વરી માતાજીના દર્શન કરવા પણ જશે.

પીએમ મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન મહેસાણા દૂધસાગર ડેરી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત બહુચરાજી મંદિરના નવીનીકરણના પ્લાનનું પણ પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ મંદરીના નવીનીકરણ માટે 200 કરોડનો ખર્ચ લાગશે. પીએમ મોદી 10મી તારીખે આણંદમાં વિદ્યાનગરમાં શાસ્ત્રી મેદાનમાં એક જંગી સભાને સંબોધન કરશે. પ્રધાનમંત્રીના પ્રવાસ માટે જિલ્લા ભાજપના સંગઠન પર તૈયારીમાં લાગી ગયું છે. નોંધનીય છે કે આ વર્ષે વિધાનસભાની ચૂંટણી છે ત્યારે પીએમ મોદી પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમો અને લોકાર્પણો કરશે અને જાહેર સભાઓને સંબોધન કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.