ગુજરાત ઈલેક્શન 2022 : ગુજરાતના રાજકરણમાં ‘ડબલ એન્જીનની સરકાર’ના સ્લોગનની ચર્ચાએ જોર પકડ્યું

ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી આગળ વધી રહી છે તેમ તેમ સત્તા પક્ષ અને વિપક્ષ તરફથી નિવેદન તેમજ આક્ષેપ તથા આરોપ અને પ્રત્યારોપ લાગી રહ્યા છે. ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી અગાઉની ચૂંટણી કરતા અલગ છે. ગુજરાતમાં આ પહેલા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીજ મુખ્ય પક્ષ તરીકે હતા જયારે આ વર્ષે આ બંને પાર્ટી સાથે આમ આદમી પાર્ટીનું પણ આગમન થઇ ગયું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ આ વર્ષે આક્રમક અને તેજ ગતિથી પ્રચાર કર્યો છે અને આ માટે સત્તા પક્ષને પણ દોડતા કરી દીધા છે.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 25 વર્ષ કરતા પણ વધારે સમયથી સત્તા પર છે ત્યારે હવે વિપક્ષ પણ ભારતીય જનતા પાર્ટીની નસ જાણી ગયો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેરાત થયા બાદ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે અને રાજકીય પક્ષો દ્વારા તેજ ગતિથી પ્રચાર શરૂ કરી દીધો છે. આ દરમિયાન ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સ્લોગન ‘ડબલ એન્જીનની સરકાર’ના સૂત્રે જોર પકડ્યું છે અને તેમાં હવે વિપક્ષે પણ ઝંપલાવ્યું છે.

એક તરફ ભારતીય જનતા પાર્ટી પોતાના સ્લોગન ‘ડબલ એન્જીનની સરકાર’ના નારાથી લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્યો અંગે માહિતગાર કરે છે અને દરકે ચૂંટણી સભામાં આ સ્લોગનનો ઉપયોગ કરે છે. જો કે આ સ્લોગન પર વિપક્ષના નેતાઓના નિવેદનો પણ આવી રહ્યા છે. ગુજરાતમાં ગઈકાલે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે ગુજરાતમાં ‘ડબલ એન્જીન’ માંથી એક એન્જીન ફેલ થયું છે જેથી વિજયભાઈ રૂપાણીની જગ્યાએ ભુપેન્દ્ર પટેલ આવ્યા છે. બીજી તરફ ગઈકાલે જ અરવિંદ કેજરીવાલ રોડ શૉ દરમિયાન કહ્યું હતું કે ગુજરાતમાં ‘ડબલ એન્જીનની સરકાર’ નહીં પરંતુ નવા એન્જીનની સરકાર જોઈએ છે. ગુજરાતમાં ડબલ એન્જીનની સરકારને કાટ લાગી ગયો છે અને તે હવે જૂનું થઇ ગયું છે તેમજ બરબાદ થઇ ગયું છે જેને હવે બદલાવીને નવા એન્જીનની જરૂર છે. વધુમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે જૂનું એન્જીન લાવશો તો મોરબીનો પુલ તૂટી જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.