ભારતીય જનતા પાર્ટીએ આજે ઉમેદવારોની યાદી જાહેર કરતા જ ભાવનગરમાં નારાજગી સામે આવી હતી
News Detail
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે 160 ઉમેદવારોની યાદી જાહેરાત કરતાની સાથે જ ભાવનગરમાં નારાજગી જોવા મળી હતી. ભારતીય જનતા પાર્ટીના ભાવનગરના 300 સભ્યોએ ભાજપમાંથી રાજીનામાં ધરી દીધા હતા. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા પંચાયતના તમામ સભ્યો અને જિલ્લા પંચાયતના તમામ સભ્યો ઉપરાંત મહુવા ભાજપ અને સંગઠનના સભ્યો સહીત અનેક કાર્યકરોએ સામુહિક રાજીનામાં આપી દીધા હતા.
ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરતા તેમાં શિવાભાઈ ગોહિલને ટીકીટ આપતા હોબાળો મચી ગયો હતો. ભારતીય જનતા પાર્ટીએ આર.સી મકવાણાની ટીકીટ કાપી નાખી હતી જેને પગલે મહુવાના 300 સભ્યોની નારાજગી સામે આવી હતી અને સામુહિક રાજીનામાં ધરી દીધા હતા. ભાવનગરમાં મહુવા ભાજપના અગેવાઓ અને કાર્યકરોના મત મુજબ શિવાભાઈ ગોહિલ દ્વારા ટીકીટની માંગ કરી ન હતી અને તેમને સમર્થન પણ નથી છતાંપણ ભારતીય જનતા પાર્ટીએ તેમને ટીકીટ આપતા ભાવનગર ભાજપમાં ભડકો થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.