આટલાં સિંહનાં બદલામાં ગુજરાતને મળ્યો “ઈલેકશન”ગેંડો..

ગુજરાત પાસે સિહોર નો ખજાનો છે ત્યારે ગુજરાતમાં મોટાપાયે એનિમલ એક્સચેન્જ કરે છે.ત્યારે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ ગુજરાતમાં ૬ સિંહોનાં બદલામાં બિહારથી એક ગેંડો આવ્યો છે. બિહારનાં ઝૂ સાથે એક્સચેન્જ પ્રોગ્રામમાં ગુજરાતથી ૬ સિંહ મોકલવામાં આવ્યાં છે. તેની સાથે એક ગેંડો લાવવામાં આવ્યો છે.

બિહારથી લાવવામાં આવેલ આ ગેંડાને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મૂકવામાં આવશે. ગુજરાતથી ૨ નર અને ૪ માદા સિંહ મોકલવામાં આવ્યાં છે. જેની સામે બિહારથી “ઈલેકશન” નામના માદા ગેંડાને લાવવામાં આવી છે.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=72s

ઉલ્લેખનીય છે કે, ગત 16 સપ્ટેમ્બરના રોજ 2 નર અને 4 માદાને પટણાના ઝૂ ખાતે મોકલવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારની એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વન્ય પ્રાણીઓનું આદાન પ્રદાન કરવામાં આવે છે. 6 સિંહોના બદલામાં પટણાથી ભારતીય પ્રજાતિનો ગેંડાને કેવડીયા ઝૂ ખાતે લઈ આવવામાં આવશે. જૂનાગઢના સક્કરબાગ ઝૂ દ્વારા એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ દ્વારા અનેક પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. જેમાં હાલ કેવડિયા ખાતે બનાવાયેલા ઝૂ માટે મોટા પ્રમાણમાં એનિમલ એક્સચેન્જ કરવામાં આવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.