ગુજરાત સરકારે દોષનો ટોપલો મોદી સરકાર પર ઢોળ્યો, આટલાં જ આવી રહયાં છે ડોઝ…

છેલ્લા સાતથી દસ દિવસથી ગુજરાતમાં કોરોનાની રસી લેવા જનારાઓને રસી લીધા વિના જ પાછા ફરવાની ફરજ પડી રહી હોવાની બૂમ ઊઠી છે. બીજીતરફ સરકારી સૂત્રો કહે છે કે અમને કેન્દ્ર તરફથી જે જથ્થો મળે છે તે સંપૂર્ણપણે જિલ્લા સ્તરે વિતરણ કરી દઈએ છીએ. અમને કેન્દ્ર તરફથી રોજના અઢીથી ત્રણ લાખ વેક્સિનના ડોઝ મળી રહ્યા છે. અમે તેમાંથી જથ્થો રોકી રાખ્યા વિના જ તે જથ્થો દરેક જિલ્લા સુધી પહોંચાડી દઈએ છીએ, એમ વેક્સિનની બાબતના ઇન્ચાર્જ આઈએએસ અધિકારી મનોજ અગ્રવાલનું કહેવું છે.

વેક્સિનનો વધુ ને વધુ જથ્થો મેળવવાની કોશિશ ;
તેમનું કહેવું છે કે કોરોનાની રસીને ઉત્પાદકો સાથે ભારત સરકારના જે તે વિભાગના અધિકારીઓ સતત સંપર્કમાં છે. તેમની પાસેથી વેક્સિનનો વધુ ને વધુ જથ્થો મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

વોક ઇન વેક્સિનેશનથી લોકોનો ધસારો વધ્યો ;
આરોગ્ય મંત્રી નીતિન પટેલનું કહેવું છે કે વેક્સિનની ગુજરાતમાં વધી ગયેલી અછત અંગે પ્રતિભાવ આપતા તેમણે જણાવ્યું હતું કે સરકારે 18 વર્ષથી ઉપરની વયના જે તે નાગરિક ઓનલાઈન રજિસ્ટ્રેશન વિના પણ કોવિડ વેક્સિન સેન્ટર પર પહોંચી જાય તો તેમને રસી આપી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી ધસારો વધી ગયો છે.

તેથી જે સેન્ટર પર 200 ડોઝ મોકલ્યા હોય તે સેન્ટર પર 300થી 400 લોકો રસી લેવા પહોંચી જાય છે. તેથી રસીની અછત હોવાની બૂમ ઊઠી રહી છે. પરિણામે રસીને નામે ગુજરાતભરમાં બૂમરાઈ મચી ગઈ છે. બીજું, લોકોમાં જાગૃતિ વધી ગઈ છે. તેથી વધુ ને વધુ લોકો કોરોનાની વેક્સિન મૂકાવવાના મતનાથઈ ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.