ગુજરાત સરકારે કઈ સ્કૂલોની માન્યતા રદ કરી દેવાની આપી ચિમકી? જાણો મોટા સમાચાર

ગુજરાતની રૂપાણી સરકારે ગરીબ બાળકોને ખાનગી સ્કૂલોમાં પ્રવેશને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે ગરીબ બાળકોને પ્રવેશ ન આપનારી ખાનગી શાળાઓ સામે સરકાર લાલ આંખ કરી શકે છે અને આવી સ્કૂલોની માન્યતા પણ સરકાર રદ કરી શકે છે.RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ગરીબ બાળકોને પ્રવેશ નહિ આપનાર શાળાઓ સામે કડક કાર્યવાહી થશે. પ્રવેશને લઈ આનાકાની કરતી શાળાઓ સામે માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવાશે. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના સંચાલકોને તાકીદ કરી છે.

અમદાવાદ શહેરમાં 1385 શાળાઓ અંતર્ગત 12500 બેઠક માટે 30 હજાર 500 ફોર્મ મળ્યા હતા. 26 હજાર વિદ્યાર્થીઓના ફોર્મ કનફોર્મ કરાયા હતા. પ્રથમ રાઉન્ડમાં 11,150 એડમિશન ફળવાયા છે. 4 ઓગસ્ટ સુધીમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ કનફોર્મ કરવાનો રહેશે. બીજો રાઉન્ડ 4 ઓગસ્ટ બાદ કરવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.