આ લે.. ગુજરાત સરકારનાં મંત્રી બટાકાની કાતરી તળવા બેઠાં.. જાણો પાછળનું કારણ.

ધ્યાનથી તસ્વીર જોશો. તો તમને ગુજરાત સરકારનાં મંત્રી જોવા મળશે. જેઓ બટાકાની કાતરી તળવા બેઠા હોય તેવું જોવા મળી રહ્યું છે. જામનગરમાં રાજયમંત્રી ધમઁન્દ્રસિંહ જાડેજાની વધુ એક સાદગી સાથે અનોખી શિવભકિત જોવ મળી છે. જામનગર થી ભોળેશ્ચર સોમવતી અમાસ નિમિત્તે ચાલીને જતાં પદયાત્રીઓને ખુદ રાજયમંત્રી ધમઁન્દ્રસિંહ જાડેજા એ બટેકાની ચિપ્સ બનાવીને પદયાત્રીઓ ને પ્રસાદ આપી હતી.

રાજયમંત્રી કક્ષાનાં વ્યક્તિ દ્નારા પણ પોતાનો અહમ અને હોદાનું અભિમાન ન રાખી માત્ર શિવ ભકત તરીકે પોતાની સેવાભાવના માટે તેમણે જાતે પદયાત્રીઓ માટે ચિપ્સ બનાવી શિવ ભકિતની સેવાઓ નો અનેરો આણંદ માણ્યો હતો.

જ્યારે આ સમયે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ પ્રખર શિવ ભક્ત તરીકે પ્રખ્યાત છે ત્યારે તેમને પણ શિવભક્તિનો લાભ લીધો હતો અને ચાલીને જતા પદયાત્રીઓ માટે કેમ્પ ખાતે ગરમાગરમ બટાકાની ચિપ્સ પોતે જાતે બનાવી અમે પ્રસાદ સ્વરૂપે પદયાત્રીઓને આપ્યો હતો. ત્યારે સૌ કોઈ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ની આ સાદગી થી પ્રભાવિત થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.