કોર્ટના આદેશના અનાદરના કેસમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે સુરત પોલીસ કમિશનર અને ચાર પોલીસ કર્મીઓને રુ. 25 હજારનો દંડ ફટકાર્યો છે. અને હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહેલુ કે આ કેસમાં હાઈકોર્ટે ગત વર્ષે પાંચ ઓક્ટોબર, પંદર નવેમ્બર, છ ડિસેમ્બર અને ચાર જાન્યુઆરી-2022ના રોજ પોલીસને જવાબ રજૂ કરવા આદેશ કરેલો. જો કે, હજુ સુધી જવાબ રજૂ કર્યો નથી. જેથી,આ કેસમાં હવે સમય આપીશું નહીં. હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરેલી કે, આદેશનુ પાલન ન કરવાનુ સરકારી અધિકારીઓનુ આ વલણ સ્વીકારી શકાય નહીં. જેથી, આ દંડ ફટકારાય છે. સરકારી અધિકારીઓ કોર્ટના આદેશને ગંભીરતાથી લે.
હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, જૂન-2021માં કોરોના દરમિયાન, અરજદાર સાથે છ લોકો ઘરની બહાર નીકળ્યા હતા. ત્યારે પોલીસે તેમની ધરપકડ કરેલી. આ ગુનો જામીન પાત્ર હોવા છતા પણ અરજદારને જામીન આપ્યા નથી અને આ ઉપરાંત, અરજદારને માર માર્યો હતો અને મુક્તિ માટે પૈસાની માગણી કરી હતી. પોલીસનુ આ વર્તન સુપ્રીમ કોર્ટના ચુકાદાના ભંગ સમાન છે. આ ચુકાદામાં કહેવાયું છે કે, પોલીસ કોઈની ધરપકડ કરે તો તેની સાથે કેવી રીતે વર્તન કરવું. મારના લીધે કુટંબીજનોએ બાદમાં અરજદારને સારવાર અર્થે 7-6-2021થી 9-6-2021 સુધી હોસ્પિટલમાં દાખલ કરેલો. આ બાબતની જાણ થતાં પોલીસ હરકતમાં આવી હતી. જવાબદાર પોલીસ અધિકારી સામે ફરિયાદ નોંધવા માટે અરજદારના કાકાએ 21 જૂને પોલીસ કમિશનરને પણ જાણ કરેલી. જો કે, કોઈ પગલા લેવાયા નથી. બીજી તરફ, સરકારની રજૂઆત હતી કે, પોલીસે જામીન આપેલા છે અને કેસમાં પોલીસ કમિશનરે તપાસ કરેલી છે. અરજદાર સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયેલો. જો કે, તેના મેડિકલ રિપોર્ટમાં મારના નિશાનનો ક્યાંય પણ ઉલ્લેખ નથી.
કેસમાં હેડ કોન્સ્ટેબલ તપાસ અધિકારી કેવી રીતે હોય શકે ? સીઆરપીસી મુજબ પીએસઆઈ કે તેનાથી ઉચ્ચ રેંકના અધિકારી જ તપાસ અધિકારી હોય અને પોલીસ કમિશનરનુ સોગંદનામુ ક્યાં છે ? તેમજ શું સરકાર આ કેસને હળવાશથી લઈ રહી છે ?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.