ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, ડિજિટલ ઈન્ડિયાના જનક અને પ્રેરક, એવા આપણા વિઝનરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડીજિટલ ઈન્ડિયાનો જે એજેન્ડા છે,અને તેના ભાગરૂપે માનનીય CM ભૂપેન્દ્ર પટેલ તથા કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મંત્રી જીતુ વાઘાણીના માર્ગદર્શન હેઠળ સમાજના દરેક વર્ગનો નાગરિક ઘર આંગણે કોર્ટ ફી ભરી શકે તે સંકલ્પને સિદ્ધકરવા રાજ્ય સરકારે નામ. હાઈકોર્ટના પરામર્શમાં રહી ઈ કોર્ટ ફી પોર્ટલનું અનાવરણ કરવામાં આવ્યું છે. આધુનિક સમયની સાથે તાલમેલ મેળવવા અને અદાલતના સંસાધનોનો અસરકારક રીતે ઉપયોગ કરી વર્ચુઅલ ઇલેક્ટ્રોનીક પ્લેટફોર્મ માધ્યમ દ્વારા ઈ કોર્ટ ફી ભરી શકાશે પરિણામે સામાન્ય નાગરિકોને કોર્ટ ફી ભરવામાં વધુ સરળતા રહેશે.
કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ભારતના નિર્માણના સપનાને સાકાર કરવા ગુજરાત સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે અને ત્યારે ડિજિટલાઈઝેશનના માદ્યમથી ન્યાયતંત્રને વધુ મજબૂત બનાવી નાગરિકોને પારદર્શી સેવાઓ પુરી પાડવા માટે ગુજરાત હાઈકોર્ટે દેશભરમાં સો પ્રથમવાર ડિજિટલ જસ્ટિસ ક્લોક કાર્યરત કરીને ઝડપી ન્યાય તથા જસ્ટીસ ડીલીવરી સીસ્ટમને વધુ મજબૂત બનાવી દેશનો નવો રાહ ચીધ્યો છે.
મહેસૂલમંત્રીએ ઉમેર્યુ હતું કે, રાજ્યના નાગરિકો ઝડપી અને બિનખર્ચાળ ન્યાય મળે એ માટે CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ટેકનોલોજીના માધ્યમ થકી અનેકવિધ પગલાઓ લીધા છે જેના પરિણામે વધુ પારદર્શીતા આવી છે. રાજ્યની કોર્ટોમા પણ ઈ-સુવિધાઓનો વ્યાપ વધાર્યો છે જેમા ઈ-કોર્ટ ફી સહિતની અન્ય સેવાઓ ઓનલાઈન ડીઝીટલાઈજેશન દ્વારા પુરી પાડી છે અને જેના લીધે જસ્ટીસ ડીલીવરી સીસ્ટમ વધુ સરળ બની છે.
આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ એમ.આર શાહ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બેલાબેન ત્રિવેદી, ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદકુમાર, ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ આર. એમ. છાયા, ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સોનિયાબેન ગોકાણી, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, એડિશનલ સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસ, બારકાઉંસિલના ચેરમેન કિશોરકુમાર ત્રિવેદી, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસો. ના પ્રમુખ અસીમ પંડ્યા અને વડી અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ તેમજ એન.આઈ.સી ના વરિષ્ઠ અધિકારીઓ વર્ચુઅલ માધ્યમથી જોડાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.