રાજ્ય સરકારે કહ્યું કે હાલ રાજ્યમાં કોઇ વિકેન્ડ કર્ફ્યૂનો વિચાર નથી તો લોકડાઉન માટે પણ રાજ્ય સરકારની કોઇ વિચારણા નથી. આ સાથએ જ બેડની અછત નહીં હોવાનો પણ રાજ્ય સરકારે દાવો કર્યો.
સરકાર વતી આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે,અમદાવાદની 142 હોસ્પિટલમાં 6 હજાર 283 બેડ ઉપલબ્ધ છે. તો ખાનગી ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં 20 ટકા રિઝર્વ બેડ ઉપલબ્ધ છે. 20 ટકા રિઝર્વ કરેલા બેડના પૈસા AMC ચૂકવશે.
સરકારે રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે પણ જવાબ આપ્યો અને કહ્યું કે ઇન્જેક્શનની માગ ઘટતા ઉત્પાદન ઉત્પાદન ઘટાડ્યું હતું. પણ હવે માગ વધતા ઓક્સિજનનું ઉત્પાદન વધારીને 1100 મેટ્રિક ટન કરાયું છે
ગુજરાતમાં કોરોના સંક્રમણ થમવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે આજે ફરી કોરોનાના નવા 7 હજાર 410 કેસ સામે આવ્યાં છે. જ્યારે વધુ 73 લોકોના મોત નિપજ્યાં છે. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 2 હજાર 524, સુરતમાં 1 હજાર 655, રાજકોટમાં 653 અને વડોદરામાં 452 કેસ નોંધાયા છે. તો છેલ્લાં 24 કલાકમાં કુલ 73 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 25, સુરતમાં 25, રાજકોટમાં 9 અને વડોદરામાં 7 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે
ભારતમાં બુધવારે એક જ દિવસમાં લગભગ 2 લાખ નવા પોઝિટિવ કેસ આવ્યા છે. મોતમાં પણ સતત વધારો થતા નવા રેકોર્ડ બની રહ્યા છે. આ આંકડા સતત ડરાવે તેવા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે દેશમાં બુધવારનો એક દિવસનો સંક્રમણનો આંક 199,569 રહ્યો હતો. તો સાથે જ આ 24 કલાકમાં 1037 લોકોના મોત પણ નીપજ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.