વિધાનસભામાં ડ્રગ્સના આંકડાઓ જાહેર કરાયા છે. જેમાં છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાંથી કુલ 5,338 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે, તો વર્ષ 2022-23માં NDPS હેઠળ 512 કેસ કરવામાં આવ્યા છે. દ્વારકામાંથી રૂ.1.76 લાખથી વધુની કિંમતનું 17.650 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું છે. આ ઉપરાંત દ્વારકામાંથી જ રૂ.2.40 લાખથી વધુના કિંમતની સિરપની 1622 બોટલ ઝડપાઈ છે.
વિધાનસભામાં પાદરાના MLA ચૈતન્યસિંહ ઝાલાના સવાલના જવાબમાં રાજ્ય સરકારે નશાના વેપલા સામે કાર્યવાહી મુદ્દે ગૃહમાં આંકડા જાહેર કર્યા છે. છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાંથી કુલ 5,338 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે, તો વર્ષ 2022-23માં NDPS હેઠળ 512 કેસ કરવામાં આવ્યા છે.
ડ્રગ્સના આંકડાઓ પર નજર કરીએ તો દ્વારકામાંથી રૂ.1.76 લાખથી વધુની કિંમતનું 17.650 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું છે. આ ઉપરાંત દ્વારકામાંથી જ રૂ.2.40 લાખથી વધુના કિંમતની સિરપની 1622 બોટલ ઝડપાઈ છે. વડોદરા શહેરમાંથી રૂપિયા 56.32 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. તો વડોદરાના ગ્રામ્યમાંથી રૂ.25.37 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. તો આ સાથે દ્વારકામાંથી 15, વડોદરા શહેરમાંથી 58 અને ગ્રામ્યમાંથી 29 શખ્સોની ધરપકડ કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.