ગુજરાતમાં ગુટકા-તમાકુના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર એક વષઁ માટે પ્રતિબંઘ

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નાગરિકોના આરોગ્‍યને ધ્‍યાનમાં રાખીને ગુટકા-તમાકુ અને નિકોટીનયુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર તા.11 સપ્‍ટેમ્‍બર, 2019થી અમલમાં આવે તે રીતે એક વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે. ઉલ્લેખનીય છે કે, ગુટકા-તમાકુ અને નિકોટીનયુક્ત પાનમસાલા ખાવાથી કેન્‍સર જેવા જીવલેણ રોગો થાય છે. કોઇપણ ખાધ ચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધિત છે.

ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી માનવ આરોગ્યને ખૂબજ હાનિકારક છે. પાનમસાલાનું વેચાણ, સંગ્રહ વિતરણ કરવું ગુન્હો બને છે. આ ગુનાહિત કાર્ય કરતા તેમજ આ જાહેરનામાનો ભંગ કરતા કોઇપણ વ્યક્તિ તંત્રના ધ્‍યાનમાં આવશે, તો તેઓની સામે ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એક્ટ-2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વર્ષ-2012થી ગુટકા, તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.