ગુજરાતમાંથી ચોમાસાની વિદાય,જાણો ક્યારથી શિયાળાની થશે શરૂઆત

કચ્છથી લઈને ઉ.ગુ સુઘી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. જ્યારે શિયાળાની શરૂઆત ટૂંક સમયમાં થાય તેવી શક્યતા છે. જોકે આગામી દિવસોમાં ડબલ સિઝનનો અનુભવાશે.

હવામાન વિભાગે સત્તાવાર રીતે ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાયની જાહેરાત કરી દીધી છે. કચ્છથી લઈને અમદાવાદમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. જ્યારે શિયાળાની શરૂઆત ટૂંક સમયમાં થાય તેવી શક્યતા છે. જોકે આગામી દિવસોમાં ડબલ સિઝનનો અનુભવાશે.

ગુજરાતમાં આ વખતે સારો વરસાદ હોવા છતાં પણ લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યાં છે. પરંતુ એક અઠવાડિયાથી રાત્રે શિયાળાની ગુલાબી ઠંડીનું આગમન થઈ ચૂક્યું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. જોકે આગામી ટૂંક સમયમાં ગુજરાતમાં વિધિવત રીતે શિયાળાની શરૂઆત થશે તેવું હવામાન વિભાગે જાહેરાત કરી છે.

ગુજરાતમાં ઈ.સ.1961 બાદ આ વર્ષે 58 વર્ષમાં સૌથી લાંબા સમયગાળાનું ચોમાસું રહ્યું હતું. ગુજરાતમાં 45.60 ઈંચ સાથે 142 ટકા વરસાદ વરસ્યો હતો. દિવાળી આસપાસના સમયમાં ફુલગુલાબી ઠંડીની શરૂઆત થાય તેવો શિરસ્તો કુદરતે જાળવી રાખ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.