ગુજરાત માથે હજુ આજનો દિવસ વરસાદનું સંકટઃ હવામાન વિભાગ

ગઈ કાલે રાતે વાવાઝોડા સાથે ગુજરાતને ઘમરોળ્યા બાદ વરસાદે સવારે થોડો પોરો ખાધો છે પણ હજુ 24 કલાક સુધી ગુજરાત માટે વરસાદનું જોર ઓછુ નહી થાય. 

  • હવામાન વિભાગની આગાહી છે 2જી ઓક્ટોબર સુધી વરસાદથશે
  • ઉ.ગુજરાત, દ.ગુજરાત બંનેને વરસાદ ઘમરોળશે
  • કચ્છમાં વરસોના રેકોર્ડ તુટશે

 આકાશી આફત હજુ ટળી નથી. આજે પણ વાવાઝોડા સાથે વરસાદ ગુજરાતને તળબોળ કરશે. ખાસ કરીને ઉ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી છે 2જી ઓક્ટોબર સુધી વરસાદ થશે

1 લી ઓક્ટોબર
હજુ આજે અને આવતી કાલે વરસાદ ગુજરાતને તરબોળ કરશે. જેમાં અમદાવાદ, સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ-દમણ તેમજ દાદરા-નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ થશે. સમગ્ર ગુજરાતમાં આજનો દિવસ ભારે છે. 50થી 55 કિમીની ઝડપે પવન સાથે વરસાદી ઝાપટા વરસી શકે છે.  

2જી ઓક્ટોબર
દમણ, દાદારા-નગર હવેલી, ભારેથી અતિભારે વરસાદ થશે જ્યારે સુરેન્દ્રનગરના બોટાદ, સુરેન્દ્ર નગર, અમરેલીના ભાવનગર, કચ્છાના કેટલાક જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્રમાં અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. 

એક તરફ પશ્ચીમમાંથી વધી રહેલું પ્રેશર અને દરિયામાં સર્જાયેલું દબાણ ગુજરાતના ઉત્તર અને દક્ષિણ બંને ભાગમાં વરસાદ કરી રહ્યુ છે. આ વખતે વરસાદ વરસોના તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.