Gujarat Navratri Rain Update News : વરસાદને લઈને હવામાન વિભાગની મહત્વની આગાહી, અરબી સમુદ્રમાં સિસ્ટમ બની હોવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે વરસાદ, ત્રણ દિવસ સુધી તાપમાનમાં ઘટાડા પછી ફરી તાપમાન વધશે
Gujarat Navratri Rain Update : નવરાત્રીમાં ગરબે રમત ખેલૈયાઓ માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અંબાલાલ પટેલે વરસાદની આગાહી કર્યા બાદ હવે વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે આજથી ચાર દિવસ વરસાદને લઈ આગાહી કરી છે. વિગતો મુજબ રાજ્યમાં નવસારી સુધી ચોમાસએ વિદાય લીધી છે. જોકે હાલ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બની હોવાથી વરસાદી માહોલ રહેશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, અરબી સમુદ્રમાં સિસ્ટમ બની હોવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદ પડશે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં નવસારી,ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ તરફ સુરત, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે ત્રણ દિવસ તાપમાન ઘટશે બાદમાં ફરી તાપમાનમાં વધારો થશે. નોંધનિય છે કે, આ વર્ષે ગુજરાતમાં 25 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
ગીર-સોમનાથમાં ગઈકાલ રાત બાદ ફરી વરસાદી માહોલ
હવામાનની આગાહી વચ્ચે ગીર-સોમનાથમાં ગઈકાલ રાત બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. આજે કોડીનાર, વેરાવળ, ઉના, સુત્રાપાડામાં વરસાદ પડ્યો તો ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ નોંધાયો છે. આ તરફ વરસાદને લઈને ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે.
અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 12 ઓક્ટોબર સુધી વરસાદ પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને અમરેલીમાં છૂટોછવાયો વરસાદ પડશે. અંબાલાલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના સુરત, વડોદરા, બોડેલીમાં વરસાદ વરસશે તો આહવા, ડાંગ વલસાડ અને નવસારીમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે. આ સાથે પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે તો મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવો વરસાદ થઈ શકે. અંબાલાલની આગાહી પ્રમાણે 14 થી 22 ઓક્ટોબર દરમિયાન દરિયામાં તોફાન બનવાની શક્યતા છે.
હવામાન વિભાગે પણ કરી છે વરસાદની આગાહી
આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન ખાતાની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.. હવામાન વિભાગે તાપી, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, નર્મદા જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. બીજી બાજુ ઓડિશા, આસામ, મેઘાલય, તટીય કર્ણાટકના વિસ્તારો, કર્ણાટકના દક્ષિણ ભાગો, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદ થયો છે. આવી પરિસ્થિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં હવામાનમાં બદલાવ થશે અને વરસાદની પણ શક્યતાઓ છે. જોકે હાલ વરસાદી વાતાવરણ જોવા મળ્યું નથી.
12 થી 18 ઓક્ટોબરના વાવાઝોડું
આગાહી દરમિયાન અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાં બંગાળના ઉપસાગરમાં બનતાં હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. 2 ઓક્ટોબર સુધીમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 12 થી 18 ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.