ગુજરાતની ખાખી વદીઁ પર લાગ્યો મોટો દાગ,ગુજરાતમાં પોલીસ સૌથી વઘુ ભષ્ટ્ર

  • રાજ્યમાં હાલ જે રીતે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે તેવા કપરા સમયમાં ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ લિમિટેડે મોટો ઘટસ્ફોટ કર્યો છે. આ સર્વેમાં ગુજરાત પોલીસની આબરૂના ધજાગરા ઉડાડવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ દેશમાં નામાંકિત પોલીસ વિભાગોમાં સમાવેશ થાય છે, પરંતુ અચાનક રાજ્યની પોલીસને શું થઈ ગયું છે. હવે તો ગુજરાત પોલીસના હાથ પણ આરોપીઓ સામે ટૂંકા પડવા લાગ્યા છે. ખાર્ખી વદી પર દાગ લગાવતા ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ લિમિટેડે આબરૂના ધજાગર ઉડાડી દીધા છે.

હાલની ઘટનાઓની વાત કરીએ તો, વડોદરામાં યુવતી પર બે નરાધમોએ જંગલોમાં ખેંચી જઈને ગેંગરેપ કર્યો હતો. આજે આ ઘટનાને પાંચમો દિવસ થયો છે. પરંતુ હજુ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. યુવતીની જિંદગી બરબાદ કરનાર નરાધમો આઝાદ ફરી રહ્યા છે. શું વડોદરા પોલીસ પાસે તેમને પકડવા માટે કોઈ ટેક્નોલોજી નથી? શું પોલીસ નવલખી મેદાનની આસપાસ લગાવેલા કેમેરામાં કોઈ સુરાગ કે ઓળખ હજૂ કરી શક્યું નથી? લોકોના સવાલો તો અનેક છે, પરંતુ ભાઈ… જેના પર વિત્યું હોય તેને ખબર પડે. માત્ર તપાસો, બેઠકો કરી દિવસો વિતી ગયા પછી લોકો ભૂલી જશે તેવી વૃતિ ના રાખશો.

એક સમયમાં ગુજરાત પોલીસનું નામ હતું, પરંતુ ક્યાંકને ક્યાંક જે રીતે મર્ડર, બળાત્કાર, લૂંટફાટ જેવી ઘટનાઓ બની રહી છે, અને તેમાં પણ આરોપીઓને પકડવમાં પોલીસનો પનો ટૂંકો પડે છે, ત્યારે ખરેખર દુ;ખ થાય છે.

ગુજરાતના ઉર્જામંત્રી સૌરભ પટેલે બિનસરકારી સ્વતંત્ર એજન્સી ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ લિમિટેડ ઈન્ડિયાના ‘ઈન્ડિયા કરપ્શન સર્વે ૨૦૧૯’ના સર્વેને ટાંકીને જણાવ્યું છે કે, ગુજરાતમાં દેશભરમાં સૌથી ઓછો કરપ્શન રેઈટ છે. અલબત્ત, ‘સંદેશ’ દ્વારા આ મુદ્દે ઝીણવટભરી તપાસ કરાતાં એવું માલૂમ થયું છે કે, આ જ એજન્સીએ પોતાના સર્વે રિપોર્ટમાં સાફ શબ્દોમાં કહ્યું છે કે, ‘ગુજરાતમાં વર્ષ ૨૦૧૮માં ૩૧ ટકા લોકોએ કહ્યું હતું કે, સરકારી કામ માટે તેમને લાંચ આપવી પડે છે જે ટકાવારી વર્ષ ૨૦૧૯માં વધીને ૪૮ ટકા થઈ ગઈ છે’.

આમ ગુજરાતના ઉર્જામંત્રી સૌરભ પટેલે સરકારની નાલેશી થાય તેવી વિગતો જાણીબૂઝીને છુપાવી, માત્ર વાહવાહી થાય તેટલી જ માહિતી અખબારી યાદીમાં આપી છે. અખબારી યાદી જારી કરવામાં આવી તેનો સમય પણ પસંદ કરવામાં આવ્યો હોય એમ લાગે છે કારણ કે યાદીમાં રાજસ્થાનમાં ૭૮ ટકા લોકોએ લાંચ આપવી પડે છે એવું કહ્યું છે તેને ટાંકીને રાજસ્થાન સૌથી વધુ કરપ્ટ સ્ટેટ છે એમ કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત શનિવારે જ ગુજરાતમાં આવેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ છે એવો મુદ્દો ઉઠાવ્યો હતો.

ઉર્જા મંત્રીએ યાદીમાં જે સરવેનો ઉલ્લેખ કર્યો છે તે ખાનગી એજન્સીના સરવેના તારણમાં બહાર આવ્યું છે કે, ગુજરાતમાં વર્ષ ૨૦૧૯માં સરકારી કામકામજને લઈ ૪૮ ટકા લોકોએ જણાવ્યું છે કે, તેમણે લાંચ આપી છે, એટલું જ નહિ પરંતુ આ ૪૮ ટકા પૈકી ૨૬ ટકા તો એવા છે જેમણે એક નહિ પરંતુ અનેક વખત લાંચ આપી છે.

આ જ એજન્સીના વર્ષ ૨૦૧૮ના સર્વેમાં ૩૧ ટકા ગુજરાતીઓએ કહ્યું હતું કે, અમે એક વર્ષમાં એક વાર લાંચ આપી છે. આમ ગુજરાતમાં ભ્રષ્ટાચારની ટકાવારીમાં એક જ વર્ષમાં ૧૭ ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૧૯માં ૨૫૦૦ લોકોને પ્રશ્ન પુછાયો જેમાં બહાર આવ્યું છે કે, પોલીસ સૌથી વધુ લાંચ લે છે.

એ પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જેમ કે મ્યુનિ. કોર્પોરેશન, નગરપાલિકા વગેરે સામેલ છે. એ પછી રેવન્યૂ વિભાગ આવે છે. ગુજરાતમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર છે તેવું નિવેદન આપનારા ઉર્જામંત્રીએ આ તમામ માહિતી છુપાવી સરકારની વાહવાહી થાય તેટલી જ માહિતી જાહેર કરી છે.

આટલું ઓછું હોય તેમ ઉર્જામંત્રીએ દેશમાં ગુજરાતની સૌથી ઓછો કરપ્શન રેટ હોવાની વાત કરી તેની પાછળનું કારણ પણ શોધી કાઢયું હતું. મુખ્યમંત્રીને ટાંકીને ઉર્જામંત્રીએ યાદીમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં વિવિધ વિભાગોમાં લોકોને જે કામ પડે તે માટે ઓનલાઇન સેવા શરૂ કરવામાં આવી છે તેના કારણે રાજ્યમાં ભ્રષ્ટાચાર ઘટયો છે. આ બાબત લાંચ આપવી પડે છે એવું કહેનારાની ટકાવારીમાં વધારાથી તદ્દન વિપરીત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.