દિલ્હી થી આરોપી ને લઈને ગુજરાત તરફ આવી રહેલી પોલીસ ની કારને અકસ્માત નડતા આ અકસ્માતમાં ભાવનગરના 4 પોલીસકર્મી અને 1 આરોપીનું રાજસ્થાનના જયપુર નજીક કરૂણ મોત થયું હોવાના અહેવાલો છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી એ આ ઘટના ની સોશ્યલ મીડિયા મારફતે જાણકારી આપી છે અને દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.
વિગતો મુજબ દિલ્લી-જયપુર રોડ પર શાહપુરા નજીક ગુજરાત પોલીસના ચાર કર્મીઓ ની કાર ને ગતમોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત નડ્યો છે.જેમાં દિલ્લીથી ગુજરાત આવી રહેલી કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી અને ડિવાઈડર સાથે અથડાયા બાદ કાર વૃક્ષ સાથે અથડાઈ હતી. જેના કારણે ગુજરાત પોલીસના 4 જવાન અને 1 આરોપીનું મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે પોલીસ જવાનો એક આરોપીને દિલ્લીથી ગુજરાત લાવી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની છે.
મૃતક કર્મીઓમાં ભીખુભાઈ બુકેરા, કોન્સ્ટેબલ, શક્તિસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ, મનસુખ બાલધીયા, કોન્સ્ટેબલ, ઈરફાન અગવાન , કોન્સ્ટેબલના નામ સામે આવ્યા છે.
આ ઘટના ને પગલે અરેરાટી ફેલાઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.