ગુજરાત પોલીસ પરિવાર પર જાણે ગ્રહણ લાગ્યું છે. પહેલા PI ના પત્ની સ્વીટી પટેલ ગુમ થયા હવે અમદાવાદના ASI ના પુત્રી સાસરિયાના ત્રાસથી ગુમ થયા છે. ત્યારે કૃષ્ણનગર પોલીસે ભરૂચના PI સહિત સાસરિયા વિરૂદ્ધ દહેજ ઘારા હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
સામાન્ય રીતે પોલીસ પાસે લોકો પોતાનું દુ:ખ અને દર્દ લઈને આવતા હોય છે પરંતુ અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અમદાવાદના જ એક પોલીસ કર્મચારી રડતા જોવા મળ્યા હતા. અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં રડતા આ વ્યક્તિનું નામ ગિરીશદાન ગઢવી જેઓ અમદાવાદ શહેર પોલીસમાં રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ નિભાવી રહ્યા છે. આજે એક લાચાર પિતા બની કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી બનીને આવ્યા છે.
https://www.youtube.com/watch?v=MYOVnEBjfcY
14 વર્ષ પહેલા પોતાની વ્હાલી દીકરી સોનલ ગઢવીના સામાજિક રીતિ રિવાજ પ્રમાણે રામોલના ગઢવી પરિવારના ધર્મેશ ગઢવી સાથે લગ્ન કરાવ્યા હતા. ત્યારે સોનલ ગઢવીના સસરા પ્રતાપદાન ગઢવી હાલ ભરૂચમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ પર છે. ASI પિતા ગિરીશદાન ગઢવીએ ફરિયાદ નોંધાવી છે કે, સાસરિયા તરફથી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે સાથે જ દહેજની પણ માંગણી કરવામાં આવી રહી છે.
ગિરીશદાન ગઢવીને પુત્રી સોનલનો 16 મી તારીખે ઓડિયો મેસેજ આવ્યો હતો જેમાં પોતાની આપ વીતી જણાવી રહી છે. આ ઓડિયો મેસેજ મળતાની સાથે જ ASI પિતા ગિરીશદાન ગઢવીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સોનલ ગઢવીના પતિ ધર્મેશ ગઢવી, પીઆઇ સસરા પ્રતાપદાન ગઢવી, સાસુ કૈલાશ ગઢવી, દિયર શૈલેષ ગઢવી સહિત 8 લોકો સામે 498 A, 377 સહિતની કલમોમાં ફરિયાદ નોંધાવી છે.
ASI પિતાનો પુત્રીના સાસરિયા પર આક્ષેપ છે કે, લગ્ન સમયે પણ દહેજ આપ્યું હતું અને તેમ છતાં પણ વારંવાર પૈસાની માંગણી કરી રહ્યા હતા અને જમાઈ ધર્મેશ શ્રૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ કરતો હતો. આ તમામ બાબતોથી કંટાળી પુત્રી સોનલ ગઢવી તારીખ 16 મી જુલાઈના રોજ ASI પિતાને એક ઓડિયો મેસેજ અને સ્યુસાઈટ નોટ લખીને ગુમ થઈ ગયા છે.
https://www.youtube.com/watch?v=3CRmkFzg0AQ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.