ગુજરાત પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યાં:પોલીસ સ્ટેશમાં TikTok વિડીયો બનાવી આરોપીઓ એ કહ્યું ‘અપૂનકા ઈલાકા હે…’

ગુજરાતમાં ટીક ટોક વીડિયોને કારણે પોલીસ ફરી ફસાઇ. શું ફરી પોલીસે ટીકટોક વીડિયો બનાવ્યો ? નાં આ વખતે પોલીસે નહીં પણ આરોપીએ ટીકટોક વીડિયો બનાવ્યો છે. એવું કેવી રીતે બન્યું કે આરોપીએ ટીકટોક વીડિયો બનાવ્યો અને પોલીસ સામે આંગણી ચીંધાયી ? આરોપીના ટીકટોક વીડિયોમાં એવું તો શું છે કે પોલીસ સામે ફરી આંગળી ચીંધાઇ રહી છે.

  • આરોપીઓ પાસે મોબાઇલ કેવી રીતે આવ્યો?
  • આરોપીઓ પોલીસ સ્ટેશનમાં ટીકટોક વીડિયો બનાવતા હતાં ત્યારે પોલીસ ક્યાં હતી?
  • પોલીસકર્મીઓની બેદરકારી સામે પગલાં ભરવામાં આવશે?

આરોપીઓનો પોલીસ સ્ટેશનમાં ટીકટોક વીડિયો

બનાસકાંઠામાં લાખાણીનાં આગથળા ગામનું પોલીસ સ્ટેશન ટીકટોકનાં કારણે વિવાદમાં ઘેરાયું છે. આ પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓએ ટીકટોક વીડિયો બનાવ્યો હતો. જે વાઇરલ થતાં પોલીસ વિવાદમાં સપડાયી છે. પોલીસ સ્ટેશનમાં બનેલાં વીડિયોમાં એક પણ પોલીસકર્મી દેખાઇ રહ્યાં નથી.

કોણ હતાં આરોપીઓ

આગથળા પોલીસ સ્ટેશનમાં મારપીટનાં કેસમાં ચાર યુવકોની અટકાયત કરવામાં આવી હતી. આ અટકાયત દરમિયાન તેમણે પોલીસ સ્ટશનમાં બેખૌફ વીડિયો બનાવ્યો હતો. જેમાં ચાર આરોપીઓ એક આરોપી હાથમાં પાણીની બોટલ લઇને તો બીજો આરોપી પોઝ આપતો નજરે પડે છે. જ્યારે અન્ય આરોપી બેખૌફ ખુરશીમાં બેઠો છે. આરોપીઓ પોલીસ સ્ટેશનને મજાક બનાવી દીધું હોય તેવું લાગે છે. 


ટીકટોકમાં શું કરી રહ્યાં છે આરોપીઓ

ચાર આરોપીઓ બેખૌફ છે જાણે પોતાનાં ઘરમાં હોય તેમ અને કાયદા અને વ્યવસ્થાનાં લીરા ઉડાડતાં નજરે પડ્યાં છે. તેઓએ બનાવેલાં ટીકટોક વીડિયોમાં તેઓ ‘ઈલાકા અપૂનકા, કાનૂન અપૂનકા કાટ ડાલેગા’ નાં ડોયલોગ બોલતાં નજરે પડે. સાથે સાથે બેગ્રાઉન્ડમાં  મ્યૂઝિક સંભળાય છે.  તેમનાં ચહેરા પર જરાય આરોપી તરીકેનો ભાવ નથી. પોલીસ સ્ટેશનમાં ગુનામાં પકડાયાનો ડર નથી. 

આરોપીઓ સામે ફરિયાદ નોંધાયી

પોલીસ સ્ટેશનમાં જ ટીક ટોક વીડિયો બનાવનારાં ચારેય યુવકો સામે પોલીસે ફરિયાદ નોંધી છે. જ્યારે સવાલ એ પણ છે કે જ્યારે કોઇ પણ આરોપી પકડાયે ત્યારે તેની પાસે કોઇ પણ વસ્તું આરોપીઓ પાસે રાખવા દેવામાં આવતી નથી. ત્યારે આરોપીઓ પાસે મોબાઇલ કેવી રીતે રાખવામાં આવ્યો હતો? 

પોલીસ સામે અનેક સવાલો

પોલીસ સ્ટેશનનું નામ સાંભળતાં જ લોકોનાં પગ પાણી પાણી થઇ જતાં હોય છે. ત્યારે પોલીસ સ્ટેશનમાં ટીકટોક વીડિયો બનાવવાનો સીધો મતલબ છે કે ગુનેગારોને પોલીસનો ડર નથી રહ્યો. પોલીસસ્ટેશનમાં ટીકટોક વીડિયો બનાવનાર મહેસાણાની એક મહિલા પોલીસકર્મી સામે પગલા લેવામાં આવ્યાં હતાં. ત્યારે શું ઉચ્ચ અધિકારીઓ પોલીસ કર્મીઓ સામે પગલા ભરશે?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.