Gujarat Rain News: રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ વરસાદને લીધે નદી-નાળાઓની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. આવામાં હવામાન વિભાગની આગાહી (Gujarat Rain News) સામે આવી છે. જેમાં આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે જણાવવામાં આવ્યું છે. આ દરમિયાન રાજ્યના પાંચ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે. સાથે જ બે દિવસ ગુજરાતમાં થંડરસ્ટ્રોમની વોર્નિંગ છે.
29 સપ્ટેમ્બરની આગાહી
છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે 29 સપ્ટેમ્બરે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અનેક સ્થળો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, ખેડા અને આણંદ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેશે.
30 સપ્ટેમ્બરની આગાહી
સપ્ટેમ્બર મહિનાના અંતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે 30 સપ્ટેમ્બરે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા જિલ્લાના અમુક સ્થળોએ અને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેશે01-03 ઓક્ટોબરની આગાહી
રાજ્યમાં આગામી 03 ઓક્ટોબર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી છે. 01 ઓક્ટોબરે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ ખાબક્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં તાપીના વ્યારામાં 211 મિ.મી. અને સોનગઢમાં 159 મિ.મી., જૂનાગઢના વિસાવદરમાં 152 મિ.મી., ભાવનગરના ઘોઘામાં 151 મિ.મી. અને પાલીતાણામાં 110 મિ.મી. વરસાદ ખાબક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.