બળાત્કાર પિડીતાએ મંદિરમાં દારૂ ચડાવ્યો છે. જેમાં બોરસદના મેલડી માતાનાં મંદિરમાં દારૂ ચડાવતા ફરિયાદ કરવામાં આવી છે.અને તેમાં મંદિરના પુજારીએ બોરસદ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તથા પુજારીએ ના કહેવા છતા ધમકી આપી મંદિરમાં દારૂ છાંટ્યો છે.
ઉલ્લેખનિય છે કે મંદિરમાં દારૂ ચડાવી અંધશ્રધ્ધા ફેલાવવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.અને જેમાં બોરસદ પોલીસે યુવતીની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે. ઘટનામાં બોરસદમાં યુવતીએ માતાજીના મંદિરમાં દારૂ ચઢાવતા ભારે વિવાદ સર્જાયો છે. કારણકે અમદાવાદની એક યુવતીએ દાવોલ ગામે આવેલ માતાજીના મંદિરમાં આવીને માતાજીને દારૂ ચઢાવ્યો છે. જેથી આ મામલે હવે ગામના લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે.
જે યુવતીએ આ કારસ્તાન કર્યું છે તે યુવતી અમદાવાદની હોવાનું સામે આવ્યું છે. અને સાથેજ તે મંદિરમાં ઘુસી ત્યારે પણ તે નશામાં ચૂર હતી તેવી માહિતી સામે આવી છે. આ ઉપરાંત યુવતી મંદિરમાં આવીને હોબાળો પણ મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે યુવતીએ અગાઉ એક યુવક સામે દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી તેવી માહિતી પણ સામે આવી છે. જોકે સમગ્ર મામલે પોલીસે અમદાવાદની યુવતી સામે ફરિયાદ નોંધી લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.