કેન્દ્ર સરકારે ગુરુવારે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને મેડિકલ સાધનો અને ઓક્સિજનની અછતને પૂરી કરવા માટે એ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે કહ્યુ કે પીએમ કેર ફંડ અંતર્ગત 100 નવી હોસ્પિટલોમાં તેમનો પોતાનો ઓક્સિજન પ્લાન હશે.
સમાચાર એજન્સી એએનઆઈ મુજબ સરકારે કહ્યું કે પીએમ કેર ફંડ અંતર્ગત 100 નવી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે અને 50 હજાર મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનની આયાત પણ કરવામાં આવશે.
કેન્દ્રએ ગુરુવારે કહ્યું કે કોરોનાના વધતા કેસના ચાલતા 50 હજાર મેટ્રિક ટન ઓક્સિજન આયાત કરવામાં આવશે. જ્યારે આ માટે સંસાધનો અને ઉત્પાદનોની ક્ષમતાના વધારે મામલા વાળા 12 રાજ્યોની જરુરિયાતોને પુરી કરવા માટે માર્કિંગ કરવામાં આવશે
જરુરીયાત વાળા રાજ્યોમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સામેલ છે. હકિકતમાં જરુરી મેડિકલ ઈક્વિપમેન્ટ અને ઓક્સીજનની ઉપલબ્ધતાની સમીક્ષા કરવા માટે ગુરુવારે એમ્પાવર્ડ ગ્રુપ 2(ઈજી 2)ની બેઠક આયોજિત કરવામાં આવશે. બેઠકમાં વધારે જરુરીયાત વાળા 12 રાજ્યો માટે 4880 મેટ્રિક ટન, 5619 મેટ્રિક ટન અને 6593 મેટ્રિક ટનના ઓક્સિજનની જરુરિયાતની ઓળખ કરવામાં આવી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.