સીબીએસઈની ધો.10ની પરીક્ષા રદ કર્યા બાદ,અંતે ગુજરાત સરકારે પણ ધો.10ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા,રદ કરવાની કરી છે જાહેરાત

ધો. 10 બાદ પ્રવેશ પ્રક્રિયાને લઈ વાલીઓ અને વિદ્યાર્થીઓ મુંઝવણમાં મૂકાયા છે, સાયન્સ – કોમર્સ અને ડીપ્લોમા તેમજ આઈટીઆઈમાં પ્રવેશ કેવી રીતે મેળવવો તે અંગે મુંઝવણ પ્રવર્તી છે, પ્રવેશ મામલે હજુ સુધી સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. પ્રવેશ પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરવા માગ ઉઠી છે.

આ વર્ષે સીબીએસઈની ધો.10ની પરીક્ષા રદ કર્યા બાદ અંતે ગુજરાત સરકારે પણ ધો.10ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે.નિયમિત રીતે માર્ચમા લેવાતી બોર્ડ પરીક્ષા કોરોનાને લીધે મોકુફ કરી 10મીમેથી લેવાનુ જાહેર કરાયુ હતુ

દરમિયાન સરકારે આજે એકાએક ધો.10ની બોર્ડ પરીક્ષા રદ કરી શાળામા ભણતા રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે અને ધો.12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષા માટે 15મીએ નિર્ણય લેવાની જાહેરાત કરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.