ગુજરાત યુનિવર્સિટીમાં બુધવારે, ત્રણ વિદ્યાર્થીઓને પ્રવેશબંધી ફરમાવવા સુધીના, લેવાયા હતા નિર્ણયો

બુધવારે યુનિવર્સિટીની સિન્ડિકેટની ઓનલાઈન મળેલી બેઠકમાં વાર્ષિક અહેવાલ અને બજેટને મંજુરી ઉપરાંત, આ ત્રણ વિદ્યાર્થીઓની નવી આરટીઆઈ અરજી પર જવાબ આપવાના બદલે તે સીધી જ ફાઈલ કરવાનો અને લીગલ અભિપ્રાય લઈ તેમને પ્રવેશબંધી ફરમાવવા સુધીના નિર્ણયો લેવાયા હતા.

એમએસડબલ્યુ વિભાગના ત્રણ વિદ્યાર્થી વારંવાર આરટીઆઈ કરી હેરાન કરતા હોવાની યુનિવર્સિટીને ૭૨ ફરિયાદ મળી હતી.

જાતિય સતામણીના કેસમાં કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના એસો.પ્રો.વશિષ્ઠ ભટ્ટને ટર્મિનેટ કરાયા હતા. પરંતુ તેમણે જવાબ રજૂ કરવા સમયની માગણી કરી હતી. આ અંગે યુનિવર્સિટીએ કાનૂની અભિપ્રાય માગતા તેઓ કસૂરવાર ઠરી ચુક્યા હોય હવે સમય મળી શકે નહીં. જેથી તેમનું ટર્મિનેશન યથાવત રાખવા નિર્ણય કર્યો છે.

અમદાવાદમાં છેલ્લા ૨૫ વર્ષથી દાંતના રોગ અંગે પ્રચાર-પ્રસારનું કાર્ય કરતા અને એનજીઓ ચલાવતા ડો.માણેકલાલ મથુરદાસ પટેલને ડી-લિટની માનદ્દ પદવી આપવા સિન્ડીકેટે નક્કી કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.