અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની નકલી માર્કશીટ ચાલતુ હોવાનું રેકેટ સામે આવતા ચકચાર મચી જવા પામી છે અને જયાં પોલીસે યુનિવર્સિટીની નકલી માર્કશીટ બનાવી લાખો રૂપિયા ખંખરેતા શખ્સને ઝડપી પાડ્યો છે.
રાજ્યમાં અવાર-નવાર બાળકોના ભાવિ સાથે ચેડા કરી નકલી માર્કશીટ બનાવી વેચાતુ હોવાનું કૌભાંડ ઝડપાતું હોય છે અને ત્યારે વધુ એક કૌભાંડને એલીસબ્રિજ પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે એલિસબ્રિજ વિસ્તારમાં નકલી માર્કશીટ બનાવી લોકોને મોઘીં કિંમતે પધરાવામાં આવી રહી છે અને જેને લઇ પોલીસે બાતમીવાળી જગ્યા પર દરોડા પાડતા ગુજરાત યુનિવર્સિટીનું નકલી લોગો વાળી માર્કશીટ મળી આવી છે જેમાં શખ્સો દ્રારા ધો 10 ,12 અને ગેજ્યુએટની માર્કશીટ વેચવાનુ કૌભાંડ ચલાવતા હતા
જયાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે સઘન પૂછપરછ કરતા 50થી 60 લોકોને અત્યારસુધી નકલી માર્કશીટ વેચી હોવાની માહિતી સામે આવી છે જેમાં નકલી માર્કશીટ લીધે 50થી 60 લોકો વિદેશ પણ પહોંચી ચૂક્યા છે અને ધો 12ની નકલી માર્કશીટ માટે 1.50 લાખ રૂપિયા અને ગેજ્યુએટની માર્કશીટ માટે 3 લાખ જેટલા રૂપિયા ખંખરેતા હતા જયાં પોલીસને દરોડાવાળી જગ્યા પરથી 35 જેટલી બોગસ માર્કશીટ મળી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.